તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા કાર્ય:પાટડીની સમાજ સેવિકાએ જન્મદિવસે કોરોનાના 50 દર્દીઓને નાશ લેવાના મશીનનું દાન કર્યું

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જન્મદિવસે કેક કાપવાના બદલે કોરોના દર્દીઓની સેવા દ્વારા માનવતાની મહેક પ્રસરાવી

હાલમાં લોકો પોતાના જન્મદિવસ કેક કાપીને કે પાર્ટી કરીને તાયફા સાથે ઉજવણી કરતા હોય છે. ત્યારે પાટડીની સમાજ સેવિકાએ પોતાનો જન્મદિવસ કોરોનાના 50 દર્દીઓને નાશ લેવાના મશીનનું દાન કરી માનવતાની મહેક પ્રસરાવી છે.

દર્દીઓને નાસ લેવા માટેના મશીનો આપ્યા

હાલના સંજોગોમાં કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે પાટડી નગરમાં રહેતા સમાજ સેવિકા મીનાબેન દેસાઇ, રૂપલબેન પંચાલ, ચેતનભાઇ શેઠ, નવધણભાઈ રબારી, પ્રફૂલભાઈ દવે અને ભરતભાઈ ઝીંઝુવાડીયા સહિતની ટીમ દ્વારા પાટડી કોવિડ કેર સેન્ટરમાં દાખલ કોરોના દર્દીઓની અવિરત સેવાઓ કરવામાં આવી રહી છે.

ત્યારે પાટડીના સમાજ સેવિકા મીનાબેન દેસાઈના જન્મદિવસ નિમિત્તે કેક કે પાર્ટી કરવાના બદલે પાટડી કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવેલા દરેક કોરોના પોઝિટિવ દર્દીઓને નાસ લેવા માટેના 50 મશીનો દાનમાં આપીને માનવતાનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આથી પાટડી કોવિડ કેર સેન્ટરના દર્દીઓ અને એમના સગા-વહાલાઓમાં ખુશીની લહેર દોડી જવા પામી હતી.

પાટડીના યુવાને પોતાના જન્મદિવસે કોરોના દર્દીને ફ્રુટનું વિતરણ કર્યું

પાટડી ચાર રસ્તે મશીનરીની દુકાન ધરાવતા હાર્દિક પ્રજાપતિએ પોતાના જન્મદિવસે પાર્ટીનો તાયફો કરવાના બદલે પાટડી નગરપાલિકાના કારોબારી ચેરમેન ચેતનભાઇ શેઠ સહિતના મિત્રોને સાથે રાખી પાટડી કોવિડ કેર સેન્ટરમ‍ાં દાખલ કરાયેલા કોરોના પોઝિટિવ દર્દીઓ અને એમના સગાઓને ફ્રુટ વિતરણ કરી માનવતાની મહેક પ્રસરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...