કાર્યવાહી:પાટડી, કડીમાંથી થયેલી મોટર સાઇકલ ચોરીનો ભેદ ઉકેલાયો

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 મોટર સાઇકલ, મોબાઇલ સહિત 1 લાખનો મુદ્દામાલ જપ્ત

એલસીબી પીઆઇ એમ.ડી.ચૌધરી, પીએસઆઇ વી.આર.જાડેજાએ એલસીબીની અલગ અલગ ટીમ બનાવી હતી. આ ટીમના એેઅસઆઇ નરેન્દ્રસિંહ, અજયસિંહ ઝાલા, સંજયસિંહ, ઘનશ્યામસિંહ, નિર્મળસિંહ સહિત પાટડી વિસ્તારમાં હતા. તે દરમિયાન ફુલકી રોડ પરથી ચોરીના એક્ટિવા સાથે શખસો આવતા હોવાની બાતમી મળી હતી. આથી 3 શંકાસ્પદને નામ પૂછતા પોતે અમદાવાદ દેત્રોજના સંગપુરાના દિપકભાઇ અમરસંગભાઇ કુકવાયા, અમદાવાદ દેત્રોજના ગેબીટીંબાના આશીકભાઇ શૈલેષજી મારસુણીયા, અમદાવાદ દેત્રોજના મરૂસણારોડના રહીશ મેહુલભાઇ શાંતીજી ડાબેસરા હોવાનું જણાવ્યું હતું.

તેમની પાસે એક્ટીવા અને બાઇકની પોકેટ કોપ એપમાં તપાસકરતા ચોરીના હોવાનું જણાયું હતું. પૂછપરછ કરતા આ એક્ટિવા કડી દેત્રોજ રોડ નગરપાલિકા કમલમ પાર્ટી પ્લોટ પાર્કિંગમાંથી ચોર્યાનું અને કાળુ એક્ટિવા વર્ણીદ્રધામના પાર્કિંગમાંથી ચોર્યાનું જણાવ્યું હતું. આથી 2 એક્ટીવા કિંમત રૂ.85000,3 મોબાઇલ ફોન રૂ.15000 એમ કુલ રૂ.1 લાખનો મુદામલ જપ્ત કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...