કલાકારોની ક્રિકેટ ટૂર્નામેન્ટ:પાટડીમાં કોરોનાની કહેર વચ્ચે ગુજરાતી ફિલ્મી અને ગાયક કલાકારો વચ્ચે બે દિવસની ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઇ

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટડીમાં કોરોનાની કહેર વચ્ચે ગુજરાતી ફિલ્મી અને ગાયક કલાકારો વચ્ચે બે દિવસની ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઇ - Divya Bhaskar
પાટડીમાં કોરોનાની કહેર વચ્ચે ગુજરાતી ફિલ્મી અને ગાયક કલાકારો વચ્ચે બે દિવસની ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઇ
  • ક્રિકેટ ટૂર્નામેન્ટ બાદ કટોસણ સ્ટેટ દ્વારા વિજેતા ટીમને ટ્રોફી અને ઇનામોનું વિતરણ કરાયુ

પાટડીમાં કોરોનાની કહેર વચ્ચે ગુજરાતીના ફિલ્મી અને ગાયક કલાકારો વચ્ચે બે દિવસની ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઇ હતી. આ કલાકારો વચ્ચે યોજાયેલી ક્રિકેટ ટૂર્નામેન્ટ બાદ કટોસણ સ્ટેટ દ્વારા વિજેતા ટીમને ટ્રોફી અને ઇનામોનું વિતરણ કરાયુ હતુ.

પાટડી ખાતેના એક રીસોર્ટમાં કોરોનાની કહેર વચ્ચે ગુજરાતના ડાયરા અને ફિલ્મી કલાકારો જેવા કે, ગમન સાંથલ, જીગ્નેશ કવિરાજ, રાકેશ બારોટ, ગીતા રબારી, કાજલ મહેરિયા, તેજલ ઠાકોર, કિંજલ દવે, દેવ પગલી, વિજય સુવાળા, દિવ્યા ચૌધરી, વનીતા પટેલ, મિતલ રબારી અને બીરજુ બારોટ સહિતના 50થી વધારે કલાકારો વચ્ચે ભવ્ય બે દિવસીય ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતુ. આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં 25થી વધારે અભિનેત્રીઓએ પણ હાજર રહી ક્રિકેટ મેચની મજા માણી હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કટોસણ સ્ટેટના છોટે રાજા ધર્મપાલસિંહ ખાસ હાજર રહ્યાં હતા. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સોમનાથ રેજેન્ટા હોટલના માલિક ધનસુખભાઈ પણ હાજર રહ્યાં હતા. આ ટૂર્નામેન્ટના અંતમાં ફાઇનલ મેચ ગમન સાંથલ અને જીગ્નેશ કવિરાજની ટીમ સામે દેવ પગલી, વિષ્ણુ દેસાઈ અને બીરજુ બારોટની ટીમ રમી હતી. જેમાં દેવ પગલીની ટીમ વિજય બની હતી. વિજેતા ટીમને ટ્રોફી ધર્મપાલ સિંહના વરદ હસ્તે આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...