પાટણ જિલ્લાના હારીજ તાલુકાના દુનાવાડા ગામનો ઠાકોર પરિવાર ઝીંઝુવાડા રણમાં વાછરા દાદાની માનતા પુરી કરીને આવતા પાટણના પરિવારની ગાડીને અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માત ચાલક પતિ-પત્નિના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. રણમાં કૂતરૂ આડું ઉતરતા એને બચાવવા જતા ગાડી પલ્ટી ખાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અન્ય ચાર લોકોને પણ ગંભીર ઇજાઓ પહોચતા વિરમગામ હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના દુનાવાડા ગામના ભરતજી હીરાજી ઠાકોર પોતાની પત્નિ સુર્યાબેન, પુત્ર રોહીત, દીકરી જીનલ, બહેન વિમળાબેન, બનેવી સુરેશજી ઠાકોર, બે માસની ભાણી શ્રધ્ધાને લઇને ગાડીમાં ઝીંઝુવાડા રણમાં આવેલા વાછરા દાદાની જગ્યાએ દર્શન અને માનતા પુરી કરીને પરત આવી રહ્યાં હતા.
ત્યારે ઝીંઝુવાડા રણમાં કુતરૂ આડુ ઉતરતા કાવુ મારવા જતા અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા પુરઝડપે જતી ગાડી પલ્ટી ખાઇ જતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ગાડીમાં સવાર તમામ લોકોને હાથે, પગે અને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. આથી તમામ ઇજાગ્રસ્તોને લોહિલુહાણ હાલતમાં તાકીદે પ્રાથમિક સારવાર અર્થે દસાડા હોસ્પિટલે લઇ જવાયા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલે લઇ જવાતા આ ઘટનામાં સુર્યાબેન ઠાકોરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.
જ્યારે એમના પતિ ભરતજી ઠાકોરની હાલત નાજૂક જણાતા એમને વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલે લઇ જવાયા હતા. જ્યાં એમનું પણ સારવાર દરમિયાન કમકમાટીભર્યું મોત નિપજતા રણમાં અકસ્માતની ઘટનામાં પાટણ જિલ્લાના ઠાકોર પતિ-પત્નિના કમકમાટીભર્યા મોતથી પરિવારમાં માતમનો માહોલ છવાયો હતો. આ બનાવ અંગે મૃતક ભરતજી ઠાકોરના બહેન વિમળાબેન ઠાકોરની ફરીયાદના આધારે ઝીંઝુવાડા પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ ઝીંઝુવાડા પોલીસ મથકના પીએસઆઇ એન.એલ.સાંખટ ચલાવી રહ્યાં છે.
માલવણ હાઇવે પર ત્રિપલ અકસ્માતમાં ત્રણ લોકોને ગંભીર ઇજાઓ
પાટડી તાલુકાના માલવણ હાઇવે પર માતેલા સાંઢની માફક પુરઝડપે આવી રહેલી ટ્રકના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દઇ આગળ જઇ રહેલી કારની પાછળ ધડાકાભેર અથડાતા એ કાર આગળ જતી અન્ય કાર સાથે અથડાતા હાઇવે પર ગોઝારો ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.