તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:જિલ્લામાં પર્વ ટાણે 16 જેટલી 108 ઈમરજન્સી ઉપકરણો સાથે દોડશે

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગત વર્ષે દિવાળીથી ભાઇભીજના દિવસોમાં 183 કેસો ધ્યાને આવ્યા હતા

સુરેન્દ્રનગર જિલ્લામા દિપાવલી પર્વને ઉજવવા લોકોમા થનગનાટ જોવા મળી રહ્યો છે. તેની વચ્ચે આ દિવસોમાં અકસ્માતોનુ પ્રમાણ પણ વધે છે. તહેવારના કારણે લોકોની અવરજવર વધુ હોવાથી અકસ્માત, તેમજ ફટાકડાના કારણે દાઝવાના બનાવો વધી જાય છે. જેના કારણે ગત વર્ષે દિવાળી, નવુ વર્ષ અને ભાઇબીજના દિવસો દરમિયાન કુલ 183 જેટલા કેસો ધ્યાને આવ્યા હતા. ત્યારે જિલ્લામાં 108 એબ્યુલન્સ સેવા પણ સજ્જ બની છે. દિવાળી, બેસતું વર્ષ તેમજ ભાઇબીજ એમ ત્રણ દિવસ સુધી અકસ્માતોનું પ્રમાણ વધુ રહેવાની શકયતા હોય ટીમ ખડેપગે સેવા આપવા સજ્જ બની છે.

108ની ટીમ દ્વારા દિવાળીના તહેવારોમાં દરેક ઇમરજન્સીને પહોંચી વળવા અને દરેક ઇમરજન્સી ઉપકરણો તેમજ દવાઓના જથ્થા સાથે 24 કલાક ખડેપગે રહેવા તૈયારીઓ કરી લીધી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય દિવસો કરતા તહેવારો પર અકસ્માતો વધુ થતા હોય છે. આ કર્મીઓએ નાગરિકોને એવો પણ અનુરોધ કર્યો છે કે આ દિવસોમાં સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉપયોગ કરી સાવચેતી સાથે તહેવાર ઉજવવો જોઇએ. દિવાળીના સમયમાં સ્ટાફનો માનસીક અને શારીરિક તંદુરસ્તી સાથે જુસ્સો રહે તે માટે રાજકોટ અને સુરેન્દ્રનગરના જિલ્લાના પ્રોગ્રામ મેનેજર મિલનભાઈ પટેલ, જિલ્લા સુપરવાઇઝર જયમીનભાઈ પ્રજાપતિ અને જલ્પેશભાઈ ચૌધરી દ્વારા પુરૂ માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે.

કઇ કઇ જગ્યાએ 108ની સેવા
જિલ્લાના સુરેન્દ્રનગર, વઢવાણ, લીંબડી, લખતર,ધ્રાંગધ્રા, પાટડી, દસાડા, શિયાણી, પાણશીણા, ચોટીલા, થાન, લીંબડી, ચુડા, સાયલા, મૂળી, સરા સહિતના તાલુકા મથકો તેમજ શહેરી વિસ્તારોમાં 108ની ઇમરજન્સી સેવા તહેવારોને લઇને કરવામાં આવી છે. જેમાં અંદાજે પાયલોટ -ઇએમટી સહિતના 66 જેટલા કર્મીઓ ફરજ બજાવશે.

કેટલાક જરૂરી સૂચનો

 • તહેવારોમાં એકબીજાને ગળે મળવાનું ટાળવું.
 • નાના બાળકોને ફટાકડા ફોડવા દેવા નહીં.
 • સુતરાઉ કપડા પહેરીને ફટાકડા ફોડવા.
 • માસ્ક અને સેનિટાઇઝરનો હંમેશા ઉપયોગ કરવો.
 • માર્ગ અને રહેણાકમાં ફટાકડા ફોડવાનું ટાળવું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો