તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રા:ઝાલાવાડમાં પર્વની ઉજવણી, 2 વર્ષે નાથ નગરચર્યાએ નીકળ્યા

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધ્રાંગધ્રામાં રથયાત્રા યોજાઇ જ્યારે પાટડીમાં રથયાત્રા બંધ પરંતુ જલયાત્રા યોજાઇ, ભક્તોએ દર્શન અને પ્રસાદીનો લાભ લીધો

જિલ્લામાં અષાઢી બીજના પર્વ નિમિતે દર વર્ષે ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે ગત વર્ષે કોરોના કાળના કારણે ધાર્મિક કાર્યક્રમો થઇ શક્યા ન હતા. આ વર્ષે થોડી છુટ છાટ મળતા ધ્રાંગધ્રા અને પાટડીમાં રથયાત્રા યોજાઇ હતી. જ્યારે અન્ય મંદિરોમાં અખંડ ધુન સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા.

અષાઢી બીજના પાવન પર્વ નિમિતે દર વર્ષે વડવાળા દેવ મંદિર દુધરેજ ધામે ધાર્મિક કાર્યક્રમ યોજાતા હોય છે. ત્યારે આ વર્ષે અષાઢી બીજ નિમિતે નીજમંદિરે વડવાળા દેવને વિશેષ શગણાર કરી અખંડ રામધુનનું આયોજન કરાયુ હતુ. આ પ્રસંગે મહામંડલેશ્વર કનીરામદાસજી બાપુ, મુકુંદરામબાપુ સહિત સંતોની ઉપસ્થિતિમાં રામધુન કરી પ્રસાદ વિતરણ કરાયો હતો. ભક્તોએ નિયમોના પાલન સાથે દર્શન કરવાનો લાભ લીધો હતો.

વઢવાણ કોઠારીયા વાજાબાપાના રામરોટી અન્નક્ષેત્ર આશ્રેમે અષાઢી બીજ નિમિત્તે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં પ્રથમ સાધુ-સંતોને જમાડીને બાદમાં હરિભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. આ પ્રસંગે મોતીભાઈ ખટાણા, અજુભાઈ ભરવાડ, જીવણભાઈ ખાંભલા, પ્રહલાદભાઈ રબારી, કાનજીભાઈ રાજપૂત સહિતના હરિભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં.

ધ્રાંગધ્રા સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા તથા રથયાત્રા સમિતિ દ્વારા આયોજિત કરવામાં આવતી સંત રામસ્વામીના સાનિધ્યમાં ભવ્ય રથયાત્રા યોજાઇ હતી.છેલ્લા બેવર્ષથી કોરોનાને લઈને બંધ રહેલી યાત્રા આવર્ષ નિકળતા લોકોમાં આનંદ છવાયો હતો. ભગવાન જગન્નાથની આઠમી રથયાત્રા કોરોના મહામારીને કારણે સરકારના આદેશ મુજબ અષાઢી સુદ-2 ના રોજ સવારે 9:30 કલાકે ભક્ત્તો તેમજ સંતોની ઉપસ્થિતમા જગન્નાથનું પૂજન કરી સંસ્કારધામ ગુરુકુળ કેમ્પસમાં રથયાત્રા યોજી હતી. જેમાં કોરોના ગાઈડલાઈનનુ ધ્યાન રાખવમાં આવ્યું હતું. આ પ્રસંગે નીત્યપ્રકાશ સ્વામી, ધર્મનંદન સ્વામી, ડેપ્યુટી કલેક્ટર ભાવેશભાઈ દવે, અનીલભાઇ રાવલ, કિરીટસિંહ જાડેજા, કાંન્તીભાઈ પટેલ, ભાવેશભાઈ દવે સંતો મહંતો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

પાટડીમાં લોહાણા જ્ઞાતી પરિવારનું અંદાજે 100 વર્ષ જૂનું દરિયાલાલજીનું ઐતિહાસીક મંદિર આવેલું છે. આ મંદિરમાં દરિયાલાલ દાદાના ગોખની બાજુમાં રાધાકૃષ્ણનો ગોખ અને રામકૃષ્ણ જાનકીનો ગોખ આવેલા છે. અહીં સમગ્ર ગુજરાતભરમાંથી લોહાણા સમાજના લોકો શ્રધ્ધાથી દર્શનાર્થે આવે છે. દરિયાલાલ દાદાના ગોખમાં લગભગ છેલ્લા 97 વર્ષથી અવિરત અખંડ જ્યોત પ્રજ્વલ્લિત છે. કોરોના વાયરસના પગલે પાટડીમાં 97માં વર્ષે રથયાત્રા સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો હતો. પણ અષાઢી બીજે દરિયાલાલ મંદિરથી તળાવ સુધી રંગેચંગે જલયાત્રા નીકળી હતી. મંદિરમાં હવન, અભિષેક અને ભક્તજનો માટે દર્શનની સુવિધા પણ કરવામાં આવી હતી. કોરોનાના પગલે આ જલયાત્રામાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

થાનગઢના રામાપીર મંદિરે અષાઢી બીજ નિમિતે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં રામાપીરનું વિષેશઅનુષ્ઠાન કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ 100 મણ ખીરની પ્રસાદી કરવામાં આવતા ભક્તોએ દર્શન અને પ્રસાદીનો લાભ લીધો હતો.

નંકલક ગુરુધામ ખાતે બાબા રામદેવજી મહારાજ અને નેતલજીની સજોડે મૂર્તિ બિરાજમાન છે. આથી બીજમહોત્સવ નિમિત્તે નેજા ઉત્સવ, મહા આરતી, સંધ્યા આરતી, ડેગ, બાબા રામદેવજી મહારાજ નો પાઠ, સંતવાણી, સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. આ વર્ષનંકલક ગુરુ ધામ ખાતે અષાઢી બીજ ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી ઠોલનગારા શરણાઈ સંગાથે ધાર્મિક ગીતો સાથે બાબરામદેવજી ની પુજા અર્ચના કરી.

અન્ય સમાચારો પણ છે...