તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણને લઈ આંશિક રાહત, આજે નવા 99 કેસ, 3 મોત

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટડી આરોગ્ય સ્ટાફ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો - Divya Bhaskar
પાટડી આરોગ્ય સ્ટાફ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો
  • જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 6858 પર પહોચ્યોં

સુરેન્દ્રનગર જિલ્લાંમાં કોરોના આંકમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં વધુ 99 કેસોનો બુધવારે ઉમેરો થયો હતો. આથી જિલ્લામાં કોરોના કેસનો આંકડો 6858ની સપાટીએ પહોંચ્યો હતો. જેમાં ચિંતાની વાત એ કે, બુધવારે સારવાર દરમિયાન 3 કોરોના દર્દીઓના મોત નિપજવાની ઘટના બનવા પામી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 443 દર્દીઓ કોરોનાથી અકાળે મોતને ભેટ્યા છે. ભારત દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર વ્યાપવા સાથે ગુજરાતમાં દિન-પ્રતિદીન કોરોના કેસ સામે આવતા જાય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હાલ કોરોના કેસ ઝડપથી વધી રહ્યાં છે. જેના કારણે લોકો ફરી પાછા કોરોનાના નિયમોનું ચૂસ્ત પાલન કરવાની ફરજીયાત બન્યુ છે. આજે બુધવારે 99 કેસ પોઝિટિવ નોંધાયા હતા. 99 પોઝીટીવ કેસોના ઉમેરા સાથે સાથે કુલ 6858 પર પોઝિટિવ કેસોનો આંક પહોંચી ગયો હતો. જ્યારે બુધવારે દુ:ખદ સમાચાર એ રહ્યા હતા કે, બુધવારે સારવાર દરમિયાન 3 કોરોના દર્દીઓના મોતની ઘટના બનતા મૃતક આંક 443 પર પહોચ્યોં હતો.

આ ઉપરાંત 155 દર્દીઓ બુધવારે સાજા થતા કુલ કોરોના મુક્ત આંક 6005 પર પહોચ્યોં હતો. આમ વધતા કોરોનાના કેસોને ધ્યાને લઇ ઝાલાવાડ વાસીઓએ સતર્ક બની કોરોનાથી બચવા સરકારે નક્કી કરેલા નિયમો સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક, વારંવાર હાથ ધોવા સહિતનું પાલન કરવુ આવશ્યક બન્યુ છે.

પાટડી આરોગ્ય સ્ટાફ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો7માં પગાર પંચ સહિતની માંગણીને લઇ રાજ્ય ભરમાં આરોગ્ય કર્મી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે બુધવારે પાટડી આરોગ્ય સ્ટાફ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો.વિવિધ પડતર માંગણીઓ ને લઇ ને ચાલુ ફરજે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. સરકારનો વિરોધ હોવા છતાં દર્દીઓને હાલાકી ન પડે તે માટે ફરજ પર હાજર રહી વિરોધ નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...