સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમા એસ.બી.આઈના એ.ટી.એમ.મા પૈસા કાઢવા ગયેલા યુવાન પર એ.ટી.એમ.ની છતના ધાબાનો ભાગ તુટીને પડતા ગંભીર રીતે ઈજાઓ થઈ હોવાનું જાણવા મળે છે. આ અંગેની વધુ વિગત એવી છે કે, લખતર તાલુકાના ભડવાણા ગામે રહેતા ગોપાલસિંહ રાણા પોતાની બે દિકરીઓ સાથે લખતર ગયા હતા.
ત્યારે એમને પૈસાની અચાનક જરૂર પડતા લખતરમા નવા બસસ્ટેન્ડની બાજુમાં આવેલી એસ.બી.આઈ.ના એ.ટી.એમ.મા પૈસા ઉપાડવા ગયા હતા. બરોબર એ જ વખતે એ.ટી.એમની છતનો ભાગ પી.ઓ.પી. સહીત ગોપાલસિંહ ઉપર પડતા તેઓ કાઠમાળ નીચે દબાઈ ગયા હતા. બહાર ઉભેલી તેમની દિકરીઓએ ગભરાઈને બુમાબુમ કરતા આસપાસના દુકાનદારો દોડી આવ્યા હતા. અને ગોપાલસિંહ બહાર કાઢી સારવાર માટે સરકારી દવાખાને લઈ ગયા હતા. આ ગોઝારી ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.