આયોજન:સુરેન્દ્રનગરમાં 60 કરોડથી વધુના ખર્ચે બનનાર પરિવર્તન શિક્ષણ ધામનું ખાતમુહૂર્ત કરાયું

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓને રહેવા જમવાની સુવિધા સાથે હોસ્ટેલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવાશે

સુરેન્દ્રનગરમાં કોળી સમાજના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે પરિવર્તન કોળી કરીયર એકેડમી ચલાવાય છે. ત્યારે સમાજના બાળકોને વધુ સારું શિક્ષણ તાલીમ મળે માટે 60 કરોડથી વધુના ખર્ચે રાજકોટ રોડ પર પરિવર્તન શિક્ષણ ધામ બનાવાઇ રહ્યુ છે. જેનો બુધવારે ખાતમુહુર્ત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સંતો, મહંતો, આગેવાનો સહિત જિલ્લા, રાજ્યભરમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના કોળી સમાજના બાળકો શિક્ષિત બને અને સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે માટે સુરેન્દ્રનગરમાં 2012-13માં 36 વિદ્યાર્થી સાથે પરિવર્તન કોળી કરીયર એકેડમી શરૂ કરાઇ હતી. હાલ જેમાં 4600થી વધુ બાળકને અત્યાર સુધીમાં નિ:શુલ્ક અભ્યાસ કરાવાયો છે.

ત્યારે જિલ્લાના બાળકોને વધુ સુવિધા સાથેનું સ્થળ મળે માટે સુરેન્દ્રનગર-રાજકોટ બાયપાસ રોડ પર 60 કરોડથી વધુના ખર્ચે પરિવર્તન શિક્ષણધામ બનાવવાનું આયોજન કરાયું હતું.આ પ્રસંગે ચંદ્રવદન પીઠાવાલા તથા સંતોના હસ્તે શિક્ષણ ધામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગાયક કલાકાર ગગનભાઇ જેઠવા અને રાજુભાઇ સાકરીયાએ ગીતો અને ભજનોની રજૂઆત કરી હતી. સંસ્થામાંથી માર્ગદર્શન મેળવી અને સરકારી નોકરી મેળવનાર ઉમેદવારો અને સંસ્થાના ભવન નિર્માણ માટે દાન આપનારા દાતાઓનું સન્માન કરાયું હતું.

આ શિક્ષણ ધામમાં 200 છોકરા છોકરીઓને રહેવા જમવાની સુવિધા સાથે હોસ્ટેલ બનાવાશે.જ્યારે સમાજના યુવાનોને દરેક સરકારી ભરતીની તૈયારીઓ પણ કરવાશે. આ પ્રસંગે સાંસદ ડો.મહેન્દ્રભાઇ મુંજપરા કુંવરજી બાવળીયા, પરષોતમભાઇ સાબરીયા સહિત સમાજના આગેવાનો સુરેન્દ્રનગર જિલ્લા તથા રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...