સુરેન્દ્રનગર શહેરમાં આવેલો ધોળી ધજા ડેમ સૌરાષ્ટ્ર અને કચ્છનું પાણીયારૂ છે અહીંથી નર્મદા કેનાલ થકી ડેમ ભરી સૌરાષ્ટ્ર કચ્છના ગામોને સૌની યોજના હેઠળ પાણી પહોંચાડાય છે.હાલ ઉનાળા પહેલા જિલ્લાના જળાશયો તળીયા ઝાટક થઇ જતા ડેમમાં પણ પાણી ઓછુ થતુ હતુ.
ત્યારે ડેમમાં કેનાલના પાણી ઠાલવી પુરો ભરી દેવાતા ઓવર ફ્લો થયો હતો.આ અંગે ડેમના એન્જીનીયર વનરાજભાઇ જમોડે જણાવ્યુકે સુરેન્દ્રનગર સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં ઉનાળામાં પીવાનુ પાણી પુરૂ પાડવા માટે સૌરાષ્ટ્ર નર્મદા કેનાલમાંથી ડેમમાં પાણી છોડવામાં આવ્યુ હતુ.જેનાકારણે ડેમ 100 ટકા ભરાઇ જવાથી ઓવર ફ્લો થયો હતો.આથી ભોગાવો નદીમાં પાણી છોડાયુ હતુ.
હાલ ડેમની પાણીની સપાટી 98 ટકાએ સ્થિર છે. આમ ડેમ ઓવર ફ્લો થતા કોઇ જાનહાની ન થાય માટે તાકીદના પગલે શહેરના જિલ્લા પંચાયતથી બહુમાળી ભવનને જોડતા કોઝવે અને વઢવાણ જીઆઇડીસી કોઝવે પર આડશો મુકી લોકોને પસાર થતા અટકાવી અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.આમ જિલ્લાના ડેમમાં પાણી આવતા લોકોને પીવાના પાણીની સમસ્યા ઉનાળામાં નહીં રહે તેવી આશા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.