કાર્યવાહી:લીંબડીમાં ફાયર સિસ્ટમ ન ધરાવતી 3 સ્કૂલ, આઇટીઆઇ અને આર.આર.હોસ્પિટલ વિરૂદ્ધ પાલિકા તંત્રની કાર્યવાહી

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
લીંબડીમાં ફાયર સિસ્ટમ ન ધરાવતી 3 સ્કૂલ, આઇટીઆઇ અને આર.આર.હોસ્પિટલના વિરૂદ્ધ પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરાઇ - Divya Bhaskar
લીંબડીમાં ફાયર સિસ્ટમ ન ધરાવતી 3 સ્કૂલ, આઇટીઆઇ અને આર.આર.હોસ્પિટલના વિરૂદ્ધ પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરાઇ
  • લીંબડી શહેરી વિસ્તારમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલમાં લીંબડી નગરપાલિકા દ્વારા ચેકીંગ હાથ ધરાયું

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરી વિસ્તારમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલમાં લીંબડી નગરપાલિકા દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતુ. જેમાં લીંબડીમાં ફાયર સિસ્ટમ ન ધરાવતી 3 સ્કૂલ, આઇટીઆઇ અને આર.આર.હોસ્પિટલના વિરુદ્ધ પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરાઇ હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરી વિસ્તારમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલમાં લીંબડી નગરપાલિકા દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતુ. જેમાં લીંબડી સરકારી શાળા નંબર 2, 4 અને 7 તેમજ આઇટીઆઇ બિલ્ડિંગને સીલ કરવામાં આવતા અફડાતફડી મચી જવા પામી હતી. જ્યારે લીંબડી આર.આર.હોસ્પિટલમાં પણ ફાયર સેફ્ટીનો અભાવને લઇને હોસ્પિટલ અધિક્ષકની આેફીસને પણ લીંબડી નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી હતી.

લીંબડીમાં ફાયર સિસ્ટમ ન ધરાવતી 3 સ્કૂલ, આઇટીઆઇ અને આર.આર.હોસ્પિટલના વિરૂધ્ધ પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરાઇ હતી. ફાયર સિસ્ટમ અંગે તંત્ર દ્વારા નોટિસ આપવા છતાં શાળાઓ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા પાલિકાની ટીમે નિયમનો દંડો ઉગામ્યો હતો. જેમાં લીંબડી પાલિકા આકરા પાણીએ થતાં સ્કુલો, આઇટીઆઇ અને હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...