તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાર્કનું નિર્માણ:'ગ્રીન ગુજરાત, કલીન ગુજરાત' અંતર્ગત હળવદના રણછોડગઢ ગામે ઓક્સિજન પાર્કનું નિર્માણ કરાયું

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
'ગ્રીન ગુજરાત, કલીન ગુજરાત' અંતર્ગત હળવદના રણછોડગઢ ગામે ઓક્સિજન પાર્કનું નિર્માણ કરાયું - Divya Bhaskar
'ગ્રીન ગુજરાત, કલીન ગુજરાત' અંતર્ગત હળવદના રણછોડગઢ ગામે ઓક્સિજન પાર્કનું નિર્માણ કરાયું
  • કોરોનામાં મૃત્યુ પામેલના સ્વજનોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું

આજે હળવદ તાલુકાના રણછોડગઢગામે ઓક્સિજન પાર્ક 2021 અંતર્ગત સામાજિક વનીકરણ રેન્જ-હળવદ અને સામાજિક વનીકરણ વિભાગ રાજકોટ દ્વારા રણછોડ ગ્રામ પંચાયતના સહયોગથી ગામમાં આવેલા શિવજીના મંદિર ખાતે ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ તકે વિભાગના આરએફઓ, ધારાસભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, ગ્રામ પંચાયતના સરપંચ સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા.

વૃક્ષનું આપણા જીવનમાં અનેરૂ મહત્વ છે. જેના ભાગરૂપે આજે હળવદ તાલુકાના રણછોડગઢ ગામે ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે જ કોરોના કાળમાં મૃત્યુ પામેલાના સ્વજનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વન વિભાગના આર એફ ઓ પી.જે જાડેજા, ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા, જિલ્લા પંચાયતના સભ્ય મેરા વિઠલાપરા, ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મણ દલસાણીયા, મહેશ કોપીણીડયા તેમજ વનપાલ જી.ટી સોલંકી,કે.ટી વાઘેલા,જે.એ પીપરીયા સહિત ગામના આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સાથે જ હાજર રહેલા દરેક ગ્રામજનોએ રોપવામાં આવે તમામ વૃક્ષોનું જતન કરવાના પણ શપથ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...