તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબી શહેર અને જિલ્લામાં આરોગ્ય વિભાગમાં તબીબી અને નર્સિંગ સ્ટાફની કાયમી અછત છે ત્યારે હાલમાં કોરોના મહામારીમાં તબીબો, ફાર્માસીસ્ટ અને નર્સિંગ સ્ટાફ પણ કોરોનાની ઝપટે ચડી જતા તબીબી સ્ટાફની હાલમાં કારમી અછત હોય તેવી સ્થિતિ નિર્માણ થતા સરકાર ઈચ્છે તો પણ નવા કોવિડ વોર્ડ શરૂ કરી શકે તેમ ન હોય જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિવૃત તબીબો અને નર્સિંગ સહિતના સ્ટાફની તાત્કાલિક ભરતી કરી મદદ લેવા નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. મોરબી સિવિલ હોસ્પિટલમાંથી પ્રાપ્ત વિગતાનુસાર ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં 24 કલાકમાં 282 બોટલ ઓક્સિજન એટલે કે 1981 ક્યુબિક મીટર ઓક્સિજન વપરાશ થયો હતો અને આજે પણ સવારે 40 બોટલની એક ગાડી આવી હતી અને હજુ સાંજ સુધીમાં 70 બોટલ ઓક્સિજન આવી રહ્યો છે. જો કે હાલ સિવિલ કે ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની કમી ન હોવાનું જાણવા મળે છે.
મોરબીમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો સતત વધી રહ્યો છે એવા સમયે જ મોરબી સિવિલ હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર અને ગ્રામ્ય કક્ષાએ પીએચસી, સીએચસી સેન્ટર તેમજ પેટા આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની અછત વચ્ચે અનેક કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ આવતા હાલમાં મોરબી જિલ્લામાં તબીબી સ્ટાફ અને નર્સિંગ સ્ટાફની અછત સર્જાઈ છે. બીજી તરફ આખા મોરબી જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલ મળી કોરોનાના દર્દીઓ માટે ફક્ત 250 બેડની સુવિધા ઉપલબ્ધ છે. ત્યારે સરકાર દ્વારા વધારાની કોવિડ હોસ્પિટલ શરૂ કરવા પ્રયાસ તેજ કરાયા છે પરંતુ સ્ટાફની અછતનો પ્રશ્ન ઉભો થતા તંત્ર મૂંઝવણમાં મુકાયું છે.
દરમિયાન મોરબી જિલ્લામાં ખાનગી સંસ્થાઓએ પણ કોવિડ હોસ્પિટલ માટે જરૂરી તમામ સુવિધા માટે તત્પરતા દાખવી ઓક્સિજન બેડની સુવિધા ઉપલબ્ધ બનાવવા તૈયારી દર્શાવતા મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિવૃત તબીબો અને નર્સિંગ સ્ટાફની મદદ લઈ આ કપરા કાળમાં લોકોને મુશ્કેલી ન પડે તે માટે પ્રયાસ શરૂ કર્યા હોવાનું ટોચના વર્તુળો જણાવી રહ્યા છે.
મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની ખપત વધીબીજી બાજુ મોરબીમાં કોરોના બેકાબુ બન્યો છે ત્યારે મોરબીની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂરિયાતમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે. ગઈકાલે એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલમાં 282 બોટલ ઓક્સિજન વપરાયો હતો અને આજે પણ રાજકોટથી સતત ઓક્સિજન બોટલની ગાડીઓ દોડી રહી છે.
મોરબી શહેર જિલ્લામાં છેલ્લા પંદર દિવસમાં જ કોરોના વાયરસે વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે અને દરરોજ સેંકડો લોકો સંક્રમિત થઈ રહ્યા હોઇ મોરબીની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા માટે બેડ ખૂટી રહ્યા છે. એમાય ચિંતાજનક અને ગંભીર બાબત તો એ છે કે, સંક્રમિત લોકોની શ્વસન ક્રિયા ઉપર માંઠી અસર પહોંચતા છેલ્લા બે ચાર દિવસમાં મોરબીની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂરિયાત અનેકગણી વધી જવા પામી છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.