છકડો પલટ્યો:ખીચોખીચ મુસાફરો ભરીને જતો છકડો લીંબડીના ફુલગામ નજીક પલટી ખાઇ ગયો, એકનું મોત, નવ ઘાયલ

સુરેન્દ્રનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમામ ઇજાગ્રસ્તોને સાયલા સારવાર માટે ખસેડવામાં આવ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નેશનલ હાઈવે પાસે ફુલગામ ગામના પાટીયા પાસે પેસેન્જર ભરેલા છકડાએ પલટી મારતા 9થી વધુ વ્યક્તિઓ ઘાયલ થયા હતા. જ્યારે એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતુ. તમામ ઇજાગ્રસ્તોને સાયલા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

છકડામાં ખીચોખીચ મુસાફરો ભરાય છે
સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઈવે ઉપર દિન પ્રતિદિન અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ગામડાઓમાં અસંખ્ય જગ્યા ઉપર છકડાઓમાં વહેલી સવારે લોકો હટાણું કરવા માટે તેમજ પરત ફરતા સમયે છકડાઓમાં જતા હોય છે. ત્યારે છકડાઓમાં મોટી માત્રામાં મુસાફરો ભરી અને છકડાઓ સુરેન્દ્રનગરના જિલ્લા તાલુકાઓમાં દોડી રહ્યા છે. ત્યારે છકડામાં એટલી હદે મુસાફરો ભરવામાં આવે છે કે, છકડાનું બેલેન્સ રાખવું પણ ભારે મુશ્કેલ બનતુ હોય છે.

પોલીસે તપાસ હાથ ધરી
લીંબડી નેશનલ હાઈવે ઉપર આવેલા ફુલગામ ગામના પાટીયા પાસે પેસેન્જર ભરી અને પસાર થઈ રહેલા છકડાના ચાલકે અચાનક સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા છકડાએ અચાનક પલટી મારી જતા આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળ ઉપર મોત થયું છે. જ્યારે નવ વ્યક્તિઓ ઘાયલ થતા તાત્કાલિક અસરથી તેઓને સાયલા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે જોરાવરનગર પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...