મેઘમહેર:સુરેન્દ્રનગર-વઢવાણમાં શનિવારે અંદાજે અઢી ઇંચથી વધુ વરસાદ

સુરેન્દ્રનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
લખતરમાં શનિવારે 1 કલાકાં 18 મીમી વરસાદ પડ્યો હતો. - Divya Bhaskar
લખતરમાં શનિવારે 1 કલાકાં 18 મીમી વરસાદ પડ્યો હતો.
  • થાનમાં-13, લખતર-18, પાટડી-9, લીંબડી-4 મીમી, ચોટીલામાં-1 મીમી વરસાદ
  • જ્યારે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં

સુરેન્દ્રનગર જિલ્લામાં શનિવારે પણ વરસાદી માહોલ રહ્યો હતો. જેના કારણે સુરેન્દ્રનગર-વઢવાણ શહેરમાં બપોર બાદ મેઘરાજા વરસતા અંદાજે અઢી ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ચોટીલા, થાન, પાટડી, લખતર લીંબડીમાં પણ વરસાદ પડ્યો હતો. જ્યારે શહેરના રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરીવળ્યા હતા.

સુરેન્દ્રનગર સટ્ટાના હોલ પાસે વરસાદી પાણીથી લોકો મુશ્કેલીમાં મૂકાયા.
સુરેન્દ્રનગર સટ્ટાના હોલ પાસે વરસાદી પાણીથી લોકો મુશ્કેલીમાં મૂકાયા.

સુરેન્દ્રનગર જિલ્લામાં શુક્રવાર બાદ શનિવારે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજા સંતાકૂકડી રમતા દેખાયા હતા. પરંતુ બપોર બાદ સુરેન્દ્રનગર-વઢવાણ શહેરમાં સતત વરસાદ ચાલુ રહ્યો હતો. જેના કારણે અંદાજે અઢી ઇંચથી વધુ વરસાદ ખાબકતા શહેરના મુખ્ય માર્ગો તેમજ રહેણાક વિસ્તારો ઉપર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત ચોટીલામાં-1, થાનમાં-13, પાટડી-9 લખતર-18, લીંબડી-4 મીમી વરસાદ પડ્યો હોવાનું બહાર આવ્યું હતું.

જ્યારે ચુડા, મૂળી, સાયલા અને ધ્રાંગધ્રામાં વરસાદ પડયો ન હતો. જ્યારે લખતર શહેરમાં સવારનાં વાદળછાયા વાતાવરણ તેમજ અસહ્ય બફારા બાદ બપોરનાં સમયે એકાએક વરસાદ વરસવો શરૂ થયો હતો. ત્યારે બપોરે અંદાજે એકાદ કલાકનાં સમયગાળામાં ધોધમાર વરસાદ પડતાં થોડો સમય વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અને શહેરનાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. આગામી સમયમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ યથાવત રહેવાની શક્યતાઓ છે.

અન્ય સમાચારો પણ છે...