• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Over 200 Forest Employees Of Surendranagar District Are On Strike, Feeling That An Amicable Solution To The Issues Of Forest Employees Will Be Brought At The Earliest.

અચોક્કસ મુદતની હડતાળ:સુરેન્દ્રનગર જિલ્લાના 200થી વધુ વન કર્મચારીઓ હડતાલ પર, વન કર્મચારીઓનાં પ્રશ્નોનું વહેલી તકે સુખદ સમાધાન લાવે તેવી લાગણી વ્યક્ત થઈ

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રેડ પે, રજા પગાર, પોલીસને આપવામાં આવેલા લાભો જેવા લાભોની માગ સાથે હડતાળ પાડી છે

વન વિભાગનાં વનપાલ, વનરક્ષક સહિતનાં કર્મચારીઓ ગ્રેડ-પે, રજા પગાર, પોલીસને આપવામાં આવેલા લાભો જેવા લાભો વન વિભાગનાં કર્મચારીઓને આપવા વિગેરે જેવી માંગણીઓ સાથે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. સુરેન્દ્રનગર જીલ્લાનાં 200થી વધુ વનકર્મચારીઓ આ હડતાળમાં જોડાયા છે. આ કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા જીલ્લાનાં જંગલો, ઘાંસની વીડીઓ, ઘુડખર અભ્યારણ્ય હાલમાં રેઢા થઈ ગયા છે. ત્યારે વન કર્મચારીઓનાં પ્રશ્નોનું વહેલી તકે સુખદ સમાધાન લાવે તેવી લાગણી વ્યક્ત થઈ રહી છે

ઘુડખરના શિકાર, જંગલોમાં ખનીજચોરી, ઝાડ કટીંગ, જેવા બનાવો બનશે તો જવાબદાર કોણ ? તેવા સવાલો ઉઠી રહ્યા છે. સરકાર દ્વારા વનકર્મીઓનાં પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવાની જગ્યાએ જંગલો સાચવવા પોલીસ તંત્રનો સ્ટાફ ફાળવવા લેટર ઈસ્યુ કરવામાં આવ્યો છે. કૂવામાં દીપડો પડી જશે કે, કેનાલમાં ઘુડખર પડી જશે તો પોલીસ કાઢવા જશે એમ વનકર્મીઓ પુછી રહ્યાં છે. રાજ્યનાં કેબીનેટ વનમંત્રી સુરેન્દ્રનગર જિલ્લાના છે, ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળના રાજ્ય પ્રમુખ પ્રવિણસિંહ ચૌહાણ પણ સુરેન્દ્રનગરનાં છે. ત્યારે બન્ને સાથે મળી વન કર્મચારીઓનાં પ્રશ્નોનું વહેલી તકે સુખદ સમાધાન લાવે તેવી લાગણી વ્યક્ત થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...