તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:વઢવાણમાં કનેક્ટિવિટી ખોરવાતાં ધરમધક્કાથી વીજગ્રાહકોને રોષ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 2 કલાક રાહ જોવા છતા કનેક્ટિવિટી ચાલુ ન થઇ : ગ્રાહકો

સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિસ્તારમાં મોટી સંખ્યામાં વીજગ્રાહકો વીજબીલ ભરવા માટે આવે છે. ત્યારે તા. 5 ફેબ્રુઆરીને શુક્રવારે કનેકટીવીટી ખોરવાતા વીજગ્રાહકોને ધરમધક્કો થતા રોષ ફેલાયો હતો. જ્યારે ઉપરથી જ આ પ્રશ્ન થયો હોવાનું તંત્રે જણાવ્યું હતુ. વઢવાણ શહેર તેમજ ગ્રામ્ય પંથકના લોકો વીજજોડાણથી વીજપુરવઠો લઇ રહ્યા છે. ત્યારે આ વીજ જોડાણોના વપારશ મુજબ પીજીવીસીએલ દ્વારા વીજબીલ આપવામાં આવે છે. ત્યારે વઢવાણ શહેરની પીજીવીસીએલની કચેરીએ તા. 5 ફેબ્રઆરીને શુક્રવારે શહેર અને ગામડામાંથી લોકો વીજબીલ ભરવા આવ્યા હતા.

પરંતુ સવારથી જ કનેકટીવીટી બંધ હોવાના કારણે લોકોને અંદાજે બે કલાક સુધી રાહ જોયા બાદ પણ કનેકીટીવી બંધ રહેતા ધરમધક્કો થતા રોષ ફેલાયો હતો. આ અંગે વિમલભાઈ, ભરતભાઈ, મનસુખભાઈ સહિતના લોકોએ જણાવ્યું કે રામપરા, ખોલડીયાડ, વાઘેલા સહિતના લોકો એક બીલ ભરવા માટે વારંવાર કનેકટીવીટીના કારણે બે ત્રણ ધક્કા ખાવા પડે છે.

કનેકટીવીટી જો સવારથી જ બંધ હોય તો ગ્રાહકોને મેસેજ નાંખીને જણાવે તો મજુરીનો દાડો ન પડે અને ધક્કો પણ ન થાય. આ અંગે લોકોને મુશ્કેલીઓ ન પડે તેવી કાર્યવાહી કરવા માંગ કરી હતી. આ અંગે વઢવાણ પીજીવીસીએલ કચેરીના અધિકારી બી.પી.પ્રજાપતિએ જણાવ્યું કે, ઉપરથી કંઇ કામગીરી ચાલતી હોય કે સર્વરમાં ખામી સર્જાતા આ પ્રશ્ન બની શકે અમે આઇટી વિભાગમાં જાણ કરી છે અને ચાલુ પણ થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો