ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ:વણોદ ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં રોટેશન પ્રમાણે જગ્યા ના ફાળવાતા ઓબીસી સમાજમાં રોષ, જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતના સરપંચની સીટ ઓબીસી સમાજ માટે ફાળવવામાં આવે તેવી માંગ કરાઈ ઓબીસી સમાજના પ્રમુખ સહિતનાઓએ જિલ્લા કલેક્ટરને આ બાબતે આવેદન પત્ર પાઠવ્યું

પાટડી તાલુકાની વણોદ ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં રોટેશન પ્રમાણે જગ્યા ના ફાળવાતા ઓબીસી સમાજમાં રોષ જોવા મળ્યો છે. વણોદ ઓબીસી સમાજના પ્રમુખ સહિતના લોકોએ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને આ બાબતે રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું.

પાટડી તાલુકાના ઓબીસી સમાજના લોકો દ્વારા સુરેન્દ્રનગર કલેક્ટરને કચેરીએ કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યાં મુજબ સ્વરાજની સ્થાપના થઇ ત્યારથી પાટડી તાલુકાના વણોદ ગામે સરપંચની જનરલ સીટ ચાલતી હતી. જોકે, ગત પાંચ વર્ષ પહેલા અનુસૂચિત જાતિની સીટ અમલમાં હતી. ત્યારે હવે પછી સરપંચ માટે બક્ષીપંચની સીટ આપવી જોઇએ એના બદલે ફરીથી જનરલ સીટની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે વણોદ ગ્રામ પંચાયતના સરપંચની સીટ ઓબીસી સમાજ માટે ફાળવવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે.

આ અંગે ઓબીસી સમાજના પ્રમુખ નરેશ દેવીપૂજકે આક્રોશ સાથે જણાવ્યું કે, અમે ઓબીસી સમાજના લોકોએ સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા તેમજ કલેક્ટરને વણોદ ગ્રામ પંચાયતની સરપંચની સીટ ઓબીસી (બક્ષીપંચ) સીટ આપવામાં આવે એવી માંગ કરી છે. એમણે પણ ઓબીસી સમાજને સરપંચની સીટ ફાળવવામાં આવે એ માટે હકારાત્મક પ્રત્યુત્તર આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...