તાળાબંધી:હળવદના મયુરનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અનિયમિત આવતા હોય ગ્રામજનોમાં રોષ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મયુરનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને તાળુ મારી નારાજગી વ્યકત કરી - Divya Bhaskar
મયુરનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને તાળુ મારી નારાજગી વ્યકત કરી
  • પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને તાળુ મારી નારાજગી વ્યકત કરી

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મયુરનગર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફીસર નિયમિત પણે આવતા ન હોવાથી રોષે ભરાયેલા ગ્રામજનોએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને તાળા બંધી કરી હતી.

છેલ્લા ઘણા સમયથી મયુરનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ ઉપરના મેડિકલ ઓફિસર નિયમિત આવતા ન હોવાથી ગ્રામજનોને આરોગ્ય સેવાઓ માટે ખૂબ જ હેરાન થવું પડતું હોવાથી આજે ગ્રામજનો રોષે ભરાયા હતા અને જ્યાં સુધી નવા મેડિકલ ઓફીસર ન મુકવામાં આવે ત્યા સુધી આરોગ્ય કેન્દ્રને તાળા બંધ જ રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું.

બીજી તરફ તાલુકા હેલ્થ ઓફિસરે આ મામલે જણાવ્યું હતું કે, મેડિકલ ઓફીસ કિરણબેન હાલ કપાત પગારે રજા ઉપર છે આ સંજોગોમાં ગ્રામજનોની માંગણી મુજબ નવા હેલ્થ ઓફિસર મુકવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...