વિરોધ:પગરખાંનો 5 ટકા GST વધારીને 12 ટકા કરાતાં વેપારીઓમાં રોષ

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરમાં ફુટવેર એસોશીએશને આવેદન આપી રજૂઆત કરી. - Divya Bhaskar
સુરેન્દ્રનગરમાં ફુટવેર એસોશીએશને આવેદન આપી રજૂઆત કરી.

સુરેન્દ્રનગર ફુટવેર એસોશીએશન દ્રારા મંગળવારે પગરાખાં પર જીએસટીના વધારાના વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યુ હતુ જેમા જીએસટી 5 ટકા માંથી 12 ટકા વધારો કર્યો હતો.જે 5 ટકા પગરખાં પર જીએસટી યથાવત રાખવા માંગ કરી હતી.

સુરેન્દ્રનગરમાં ફુટવેર એસોશીએશનએ જિલ્લા કલેક્ટર કચેરીમાં લેખિત આવેદન પાઠવ્યુ હતુ.જેમાં જણાવ્યા મુંજબ પગરખાં પર જીએસટી 5 ટકા માંથી 12 ટકા કરતા નાના અને મધ્યમ વર્ગને મોઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે.મોટા ભાગના લોકો રૂ.1000 થી નીચેની કિંમત પગરખાં પહેરે છે.અને હાલમાં જ કાચા માલમાં 20 થી 25 ટકાનો નો વધારો થયો છે.ત્યારે ઉપરથી 5 ટકા માંયી 12 ટકા કરાતા વધારાનો બોઝો પડશે.પગરખાં બનાવનાર કારીગર ગરીબ વર્ગ છે.જીએસટીના વધારાથી અસર પડે તેમ હોય. આ જીએસટીના વધારાથી વેપારીને ધંધો બંધ કરવાનો વારો આવે તેમ છે.જેથી પગરખાં પર 5 ટકા જીએસટી યથાવત રાખવા આવે તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...