આક્રોશ:જિલ્લામાં શનિવારે ST બસની 160થી વધુ ટ્રીપ બંધ થતા વિદ્યાર્થીઓ-મુસાફરોમાં રોષ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં શનિવારે 160થી વધુ એસટી બસની ટ્રીપ બંધ રહેતા વિદ્યાર્થી અને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.  - Divya Bhaskar
જિલ્લામાં શનિવારે 160થી વધુ એસટી બસની ટ્રીપ બંધ રહેતા વિદ્યાર્થી અને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 
  • ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 2 દિવસ સુધી 100 જેટલી બસ દોડાવવાનું આયોજન છે
  • ધ્રાંગધ્રા ડેપોની સૌથી વધુ 94 ટ્રીપ, સુરેન્દ્રનગરની 35, લીંબડી-ચોટીલાની 17, ટ્રીપ બંધ થઇ

જિલ્લા ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઇને સુરેન્દ્રનગર, લીંબડી, ધ્રાંગધ્રા અને ચોટીલામાંથી અંદાજે 100 જેટલી બસ 2 દિવસ સુધી દોડાવવામાં આવવાનું આયોજન કરાયું છે. ત્યારે તા. 18 ડિસેમ્બરને શનિવારે જિલ્લામાં ચારેય ડેપોની 160થી વધુ એસટીની ટ્રીપ બંધ રહેતા મુસાફરો અને વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો.

જિલ્લામાં ચૂંટણી મતદાનના મશીનો, સ્ટાફ સહિતના માટે એસટી બસની વ્યવસ્થા માટે 2 દિવસ સુધી સુરેન્દ્રનગર, લીંબડી, ધ્રાંગધ્રા તેમજ ચોટીલા ડેપોની 100 બસો દોડવાની છે. ત્યારે 18 ડિસેમ્બર એટલે કે પ્રથમ દિવસે જ મુસાફરો અને વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતા રોષની લાગણી ફેલાઇ હતી.

અને કેટલાક વિદ્યાર્થીઓએ જે તે ડેપોના મેનેજરોને બસની હાલાકીની રજૂઆતો કરાઇ હતી. આ ઉપરાંત જિલ્લામાં એસટી તંત્રના અણઘટ વહીવટના કારણે લોકોમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોવાની રાવ ઉઠી હતી. શનિવારે બંધ રહેલા ટ્રીપોમાં સૌથી વધુ ધ્રાંગધ્રા ડેપોના 94 જેટલી ટ્રીપો બંધ હોવાનું બહાર આવ્યુ હતુ. આ ઉપરાંત સુરેન્દ્રનગર ડેપોની-35, લીંબડીની -17 તેમજ ચોટીલાની-17 ટ્રીપ સહિત 163 જેટલી ટ્રીપો બંધ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...