મુસાફરોમાં રોષ:સુરેન્દ્રનગર બસ સ્ટેશનમાં સ્ટ્રીટલાઈન અને પરબ બંધ હોવાથી મુસાફરોમાં રોષ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગેટના પ્રવેશ દ્વારથી લઇને છેક સ્ટેશન સુધીમાં અંધારાથી આવારા તત્ત્વોને મોકળું મેદાન

સુરેન્દ્રનગર બસ સ્ટેશનમાં અસુવિધાઓ લઇને મુસાફરોમાં રોષ ફેલાયો છે. ત્યારે સ્ટેશનમાં અંધારપટ્ટ, સ્વચ્છતાનો અભાવ તેમજ પાણીની પરબ પણ બંધ હોવાથી સોશિયલ મિડીયામાં મુસાફરોની સમસ્યાઓ જણાવીને તેનો ઉકેલ લાવવા આપના કાર્યકરોએ માંગ કરી હતી. શહેરમાં રૂ. 8 કરોડથી વધુના ખર્ચે નવુ બસ સ્ટેશન બનાવવામાં આવી રહ્યુ છે. તો બીજી તરફ તેની સામેના છેડે જ હંગામી બસ સ્ટેશન બનાવતા મોટી સંખ્યામાં મુસાફર એસટી બસોમાં મુસાફરી માટે આવી રહ્યાં છે.

પરંતુ ચૂંટણીને લઇને છેલ્લા બે દિવસથી જિલ્લામાં અનેક બસોની ટ્રીપો બંધ થતા તેમજ સુરેન્દ્રનગર બસ સ્ટેશનમાં અસુવિધાઓને લઇને મુસાફરમાં રોષ ફેલાયો હતો. અને બસ સ્ટેશનમાં અંધારાથી ગેટના પ્રવેશ દ્વારથી લઇને છેક સ્ટેશન સુધીમાં અંધારાથી આવારા તત્વોને મોકળુ મેદાન સાથે ખિસ્સાકાતરૂના તેમજ ચોરીના બનાવોનો પણ મુસાફરોમાં રહેતો હોવાની રાવ ઉઠી હતી. આ ઉપરાંત શનિવારની રાત્રે કમલેશ કોટેચા, દીપકભાઈ ચિહલા, શ્યામ મહેતા સહિતના આપ પાર્ટીના માણસોએ સુરેન્દ્રનગર શહેરમાં ઘણા સમયથી બનતા બસ સ્ટેશનની મુલાકાત લઇને સોશિયલ મિડીયામાં મુસાફરોને પડતી મુશ્કેલીઓ જણાવી હતી. જેમાં બસ સ્ટેશનના પ્રવેશ દ્વારથી લઇને છેક કે જ્યાં એસટી બસો ઉભી રહે છે ત્યાં સુધીના વિસ્તારમાં અંધારપટ્ટ હોવાનું જણાવ્યુ હતુ.

બસ સ્ટેશનના બસોને સ્ટેન્ડ પર જ પાંચ જેટલી ટીયુબલાઇટો તેમજ એક ફોક્સ ચાલુ હોવાનું તેમજ બસ સ્ટેશનના બાકીના વિસ્તારમાં કે જ્યાં બસો ઉભી રાખવામાં આવે તેવી જગ્યાઓ ઉપર અંધારૂ હોવાથી અહીં આવતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત બસ સ્ટેશનમાં પાણીની પરબ પણ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં તેમજ પરબની અંદર જ કચરાઓ જોવા મળ્યા હતા. ત્યારે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડનું કામ ઝડપથી પૂર્ણ કરાવવા અને શહેરીજનોને સુવિધા મળે તે માટે માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...