સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય પંથકમાં પસાર થતી એસટી બસો સ્ટોપ સ્થળ પર ન ઊભી રહેતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડતો હોવાની રાવ ઉઠી હતી. ત્યારે જ્યાં સ્ટોપ છે ત્યાં બસ ઉભી રાખવા અને જ્યા સ્ટોપ નથી ત્યાં ઉભી રાખતા બસોના ડ્રાઇવર-કડંક્ટરોને સૂચના આપવામાં લોકમાગ ઊઠી હતી.
ધ્રાંગધ્રાથી લીંબડી જતી એસટી બસ રાજસીતાપુર પાસેથી પસાર થઈ રહી હતી. તે સમય બપોરના ખરા તડકે વૃદ્ધ મહિલા અને પેસેન્જરોએ હાથ ઊંચો કરાતા બસને રોકી હતી. પરંતુ ડ્રાઇવર કંડક્ટર દ્વારા બસ પણ ઊભી ન રાખતા પેસેન્જરો કાળઝાળ ગરમીમાં હેરાન થયા હતા. અને પેસેન્જર ન છૂટકે ખાનગી વાહનનો આસરો લેવો પડ્યો હતો. આ અંગે સુનીલભાઈ રાઠોડ સહિતાઓએ જણાવ્યું કે, એક બાજુ સરકાર એવું કહે છે કે એસટી ખોટમાં જાય છે. પણ મુસાફરો હાથ ઊંચા કરીને એસટીનો લાભ લેવા માગતા હોવા છતા ડ્રાઈવર કંડક્ટર લેતા નથી.
આથી એસટી તંત્રના અધિકારીઓ જે રૂટો અને સ્ટોપેજ પર બસો ઉભી ન રાખતા હોય તેઓને સૂચના આપવાની સાથે કાર્યવાહી કરવી જોઇએ બીજી તરફ નવ વાગ્યાની આસપાસ સુરત જતી એક્સપ્રેસ બસ એમ.પી. શાહ કોમર્સ કોલેજ પાસે જ્યાં કોઈ બસસ્ટોપ નથી, કોઈ પેસેન્જર નથી છતાં ત્યાં બસ 10થી 15 મિનિટ ઉભી રહી હતી. જેના કારણે મુસાફરો પણ હેરાન થઇ રહ્યા હોવાની રાવ ઊઠી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.