જનતા રેડ:સુરેન્દ્રનગરમાં ખોળમાં ઓછી ભરતી આપવાના મુદ્દે માલધારીઓમાં રોષ, વેપારીઓ 50 કિલો ભરતી સામે 47 કિલો ખોળ આપી રહ્યાંનો આક્ષેપ

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરમાં ખોળમાં ઓછી ભરતી આપવાના મુદે માલધારીઓમાં રોષ - Divya Bhaskar
સુરેન્દ્રનગરમાં ખોળમાં ઓછી ભરતી આપવાના મુદે માલધારીઓમાં રોષ
  • માલધારીઓએ જિલ્લા કલેક્ટરમાં રજૂઆત કરી છતાં સમસ્યા હલ ન થતા મહેતા માર્કેટમાં જનતા રેડ કરી
  • ખોળ વેચનારા વેપારીઓ દુકાન બંધ કરી નાસી છૂટ્યા

સુરેન્દ્રનગરમાં માલધારીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને થોડા દિવસ પહેલા આવેદનપત્ર આપી અને પૂરતી ખોળની ભરતી આપવામાં આવે અને યોગ્ય ભાવ કરવામાં આવે તે અંગેનું આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં પણ જિલ્લા કલેક્ટર અને પ્રશાસન વિભાગ દ્વારા આ મામલે કોઇપણ જાતનું ધ્યાન આપવામાં આવ્યું ન હતું જેને લઇને માલધારીઓમાં રોષની લાગણી પ્રસરી હતી. જેથી માલધારીઓએ જનતા રેડ કરી હતી. જેમાં વેપારીઓ 50 કિલો ભરતી સામે 47 કિલો ખોળ આપી રહ્યાંનો ઘટસ્ફોટ થયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં ખોળ, લીલાચારા, સૂકા ચારા અને પશુઓને આપવામાં આવતા ખોરાકના ભાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. જેને લઈને પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉપરાંત દૂધના ભાવ પણ જોઈએ તેટલા પશુપાલકોને મળી રહ્યાં નથી. જેને લઇને પશુ સાચવવા અને તેનો નિભાવ કરવા માલધારીઓને અસહ્ય કઠીનતા વેઠવી પડી રહી છે.

આ મામલે થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના મોટી સંખ્યામાં માલધારીઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઇ અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી અને ભાવ ઘટાડો કરવામાં આવે અને યોગ્યતા રીતે વ્યવસ્થા ઊભી કરવામાં આવે તે અંગેની રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં પણ ખોળ અને લીલા ચારાના ભાવ નહીં ઘટતા માલધારીઓની ધીરજ ખૂટી છે અને સુરેન્દ્રનગરની જે મુખ્ય માર્કેટ આવેલી છે તે મહેતા માર્કેટમાં જનતા રેડ કરવામાં આવી છે.

જિલ્લાના માલધારીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને થોડા દિવસ પહેલા આવેદનપત્ર આપી અને પૂરતી ખોળની ભરતી આપવામાં આવે અને યોગ્ય ભાવ કરવામાં આવે તે અંગેનું આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં પણ જિલ્લા કલેક્ટર અને પ્રશાસન વિભાગ દ્વારા આ મામલે કોઇપણ જાતનું ધ્યાન આપવામાં આવ્યું ન હતું અને વેપારીઓને પણ આ મામલે કોઇ પણ જાતની સૂચના પણ આપવામાં આવી હતી. જેને લઇને માલધારીઓમાં રોષની લાગણી પ્રસરી હતી.

સુરેન્દ્રનગર શહેરની મહેતા માર્કેટમાં એક ખોળના વેપારીઓ દ્વારા વેચવામાં આવતો ખોળ 50 કિલોની ભરતી સામે માત્ર 47 કિલોની ભરતી આપવામાં આવતી હોવાનો આક્ષેપ માલધારીઓએ કર્યો હતો. માલધારીઓએ રૂબરૂ દુકાનોની તલાશ લઈને ખોળની ભરતીના વજન કરવામાં આવ્યા હતા. ત્યારે પૂરતા ભાવો વેપારીઓ મેળવી રહ્યા છે. તેમ છતાં પણ પૂરતો ખોળ પશુ પાલકોને આપવામાં ન આવતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જનતા રેડ દરમિયાન અનેક પ્રકારના તથા ખોળ ભરતી મામલે સચોટતા સામે આવી હતી.

મહેતા માર્કેટમાં પશુપાલકો ખોળની ખરીદી કરતા હોય છે. તેવા સંજોગોમાં 50 કિલોની ભરતી સામે માત્ર 47 કિલો ખોળ આપવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેને લઇને માલધારીઓમાં રોષની લાગણી વ્યાપી છે. પશુપાલકો અને માલધારીઓ 1900 રૂપિયા પુરા ખોળનો ભાવ ચૂકવે છે. તેની સામે માત્ર 47 કિલો ખોળ આપવામાં આવી રહ્યોં છે. તેને લઈને માલધારીઓ તથા પશુપાલકોમાં વેપારીઓ અને જે કંપની છે તેની સામે રોષની લાગણી વ્યાપી છે. આગામી દિવસોમાં આ મામલે કંપની ઉપર તથા વેપારીઓને ઓછું વજન આપવા અંગેની કાર્યવાહી કરવા માલધારીઓ અને પશુપાલકોએ માંગણી કરી છે.

શહેરની મહેતા માર્કેટમાં જનતા રેડ કરવામાં આવી હતી. અમુક દુકાનો ચેકીંગ દરમિયાન 50 કિલો ખોળ ભરતી સામે 47 કિલો ખોળ આપવામાં આવતો હોવાનો ઘટસ્પોટ થયો હતો. ત્યારે આ મામલે વેપારીઓને આ બાબતની જાણકારી થતા અને માલધારીઓ તથા પશુપાલકો જનતા રેડ કરતા હોય એની જાણકારી થતાની સાથે જ દુકાનદારો દુકાનો બંધ કરી અને નાસી છૂટ્યા હતા.

કંપની અને વેપારીઓની મીલી ભગત

જિલ્લાના પશુપાલકો અને પોતાના પશુઓ સાચવવા ખૂબ કઠીન બન્યા છે અને વેરેન્ટાઇજ પણ પશુઓ પાછળ દિન-પ્રતિદિન વધતું જઈ રહ્યું છે. તેવા સંજોગોમાં પેલા 60 કિલોની ભરતી ખોળ બાબતે આપવામાં આવતી હતી. જે ઘટાડી અને હાલમાં 50 કિલોની કરવામાં આવી છે. તેમાં પણ ત્રણ કિલો ઓછું આપવામાં આવી રહ્યું છે. જેને લઇને જિલ્લાના પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પશુપાલકોએ આક્ષેપ કર્યો છે કે, વેપારીઓ અને જે ખોળ બનાવતી કંપનીઓ છે, તેમની મીલીભગતના કારણે આવું જ શક્ય બને છે. તંત્ર આ મામલે પગલા ભરે અને પશુપાલકોને પૂરતા નાણાં ચૂકવે છે. તો યોગ્યતા પૂર્ણ રીતે ભરતી મળે તેવી માગણી પશુપાલકોએ કરી છે.

પશુપાલકો અને માલધારીઓની ન્યાય માટે માંગ

જિલ્લામાં પશુપાલકો દ્વારા અગાઉ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી અને ખોળ મુદ્દે રજુઆત કરાઈ હતી. અને વેપારીઓ દ્વારા અને મિલ માલિકો દ્વારા યોગ્યતા પૂર્ણ રીતે ભરતી ખોળની પુરી આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત પશુપાલકો અને માલધારીઓએ પુરી ભરતી આપવા વેપારીઓ જિલ્લા કલેકટર અને મિલ માલિકો સામે માગણી કરી છે. ત્યારે આ મામલે સતીશ ગામરા, સુખા ઝાપડા, બળદેવ માગુંડા, ધીરુ ગઢવી, નાનુ ક્લોત્રા, ભરત બોડીયા અને વિક્રમ બોડીયા મોટી સંખ્યામાં માલધારીઓ અને પશુપાલકોએ ખોડ ભરતી પુરી આપવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...