ખેડૂતો-પોલીસ વચ્ચે ઘર્ષણ:સુરેન્દ્રનગરના તાવી ગામ પાસે વીજ લાઈનની કામગીરી માટે ખેતરમાં જેસીબી ઉતારતા ખેડૂતોમાં રોષ

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
લખતરના તાવી ગામે વિરોધ કરી રહેલા ખેડૂતોને ડીટેઈન કરાતા ખેડૂતોનો હલ્લાબોલ
  • વિરોધ કરી રહેલા ખેડૂતોને ડીટેઈન કરાતા ખેડૂતોનો હલ્લાબોલ

કચ્છના લાકડીયાથી બરોડા જતી હેવી વીજલાઈન ખેતરોમાંથી પસાર કરવા વીજ ટાવરો ઊભા કરવાની કામગીરી સ્ટર્લાઈટ કંપની દ્વારા થઈ રહી છે. ત્યારે ખેડૂતોની સંમતિ વગર ખેતરમાં JCB ઉતારતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાવા પામી હતી. લખતર તાલુકાના તાવી ગામે વીજળીના ટાવર ઉભા કરી ખેડૂતોને પરેશાન કરતા ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો. આથી ઘટના સ્થળે દોડી ગયેલા પોલીસ કાફલાએ કેટલાક ખેડૂતોને ડિટેઇન કરી લખતર પોલીસ સ્ટેશન લાવવામાં આવતા ખેડૂતોએ હલ્લાબોલ મચાવ્યો હતો.

થોડા સમય અગાઉ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાની સીમમાં વીજલાઈન નાખવા આવેલા કંપનીના માણસો સાથે ખેડૂતોને ઘર્ષણ ઉભુ થતાં ચોટીલા ધારાસભ્ય ઋત્વિકભાઇ મકવાણા પણ ઘટનાસ્થળે દોડી જઇ માંડ મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનાને હજી ગણતરીના દિવસો જ વિત્યા છે ત્યાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તાવી ગામેં ખેડૂતોના ખેતરમાં વીજ ટાવરો ઉભા કરવાની કામગીરીનો ખેડૂતોએ હલ્લાબોલ સાથે વિરોધ કરતા પોલીસના ધાડેધાડા ઉતર્યા હતા. જેમાં તાવી ગામની સીમમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યાં હતા.

કચ્છના લાકડીયાથી બરોડા જતી હેવી વીજલાઈન ખેતરોમાંથી પસાર કરવા વીજ ટાવરો ઊભા કરવાની કામગીરી સ્ટર્લાઈટ કંપની દ્વારા હાલમાં થઈ રહી છે. ત્યારે કંપનીએ પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી શરૂ કરવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે ખેડૂતોએ આ કામગીરીનો વિરોધ કર્યો હતો. અને ખેડૂતોની પોતાની માલિકીની જમીનમાં JCB ગેરકાયદેસર પ્રવેશ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.

લખતર તાલુકાના તાવી ગામે કંપનીના માણસો સાથે ખેડૂતોએ હલ્લાબોલ મચાવ્યા બાદ કંપની દ્વારા ઉચ્ચલેવલે રજૂઆત કરી SRPની ટુકડી ઉતારી ખેડૂતોને ટીંગાટોળી કરી દૂર કરવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો. ત્યારબાસ પોલીસે ત્રણેક ખેડૂત અગ્રણીઓની અટકાયત કરી હતી. આમ, ખેડૂતોએ હાઇકોર્ટમાં આ અંગે અરજી કરી હોવા છતાં તેનો કોઈ જવાબ આવ્યા પહેલા કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું ખેડૂતોએ આક્રોશ સાથે જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...