તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ તે કેવો વિકાસ!:હળવદના રણજીતગઢમાં વીજલાઈનની કામગીરી માટે ખેડૂતની મંજૂરી વગર જ ઉભા પાકમાં જેસીબી ફેરવી દેવાતા ખેડૂતોમાં રોષ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડોદરાથી લાકડીયા સુધીની વીજલાઈન માટે ચાલી રહી છે કામગીરી

મોરબી જિલ્લાના હળવદના રણજીતગઢ ગામે આજે વીજકંપની દ્વારા ખેડૂતોના ઉભા પાકમાં નુકસાની કરાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. વડોદરાથી લાકડિયા સુધીની વીજલાઈનની કામગીરી ચાલી રહી છે ત્યારે રણજીતગઢમાં ખેડૂતોની મંજૂરી વગર જ કપાસના ઉભા પાકમાં જેસીબી ફેરવી દેવાતા ખેડૂોતમાં રોષ ફેલાયો છે.

પાછલા લાંબા સમયથી લાકડીયા-વડોદરા વીજ લાઇનના યોગ્ય વળતરને લઈ ખેડૂતો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે, ત્યારે આજે હળવદ તાલુકાના રણજીતગઢ ગામે બાબુભાઈ પટેલની વાડીએ કપાસના ઉભા પાકમાં જે.સી.બી. વડે વીજપોલ ઉભા કરવાની કામગીરી કરી અધિકારીઓ દાદાગીરી કરતા હોવાનું રડતા રડતા ખેડૂત આક્ષેપ કરી રહ્યા છે.

બીજી તરફ ખેડૂતોના મોલ હાલમાં લહેરાઈ રહ્યા છે તેવા સમયે જ અધિકારીઓ દ્વારા દાદાગીરી આચરવામાં આવતા ખેડૂતો લાચાર,બેબસ બની પોતાની નજર સામે ઊભા પાકનો વિનાશ જોઈ સરકાર અને વીજ કંપનીને બદદુઆ આપી નિ:સહાય હોવાની અનુભૂતિ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...