તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકો પરેશાન:વઢવાણના અનેક વિસ્તારોમાં ગટરનાં પાણીથી 500 રહીશોને રોગચાળાનો ભય

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૂર્યનગર સોસાયટીના ચાર રસ્તાં પરની ગટર ઉભરાતા લોકો પરેશાન

વઢવાણ જીઆઈડીસી -4, નવી 80 ફૂટ રોડ, સૂર્યનગર સોસાયટીના ચાર રસ્તા પરની ગટર ઉભરાતા લોકો પરેશાન બની ગયા છે. ગંદા પાણીના કારણે રોગચાળાનો ભય ફેલાતા યોગ્ય કાર્યવાહીની રહીશોએ માંગ કરી છે.વઢવાણ જીઆઈડીસી -4, નવો 80 ફૂટ રોડ, સૂર્યનગર સોસાયટીના ચાર રસ્તા પરની ગટર ઉભરાવાની સાથે ખુબજ ગંદી વાસ આવે છે. આ બાબતે વિસ્તારના પ્રકાશકુમાર લાલજીભાઈ મકવાણા, જે.આર. રાઠોડ, જે.વી.પરમાર, ટી.જી.યાદવ, રમેશભાઈ જીતાયા, પરમાર ભીખાભાઇ, કિશોરભાઈ છનાભાઈ જાદવ વગેરે લેખિતમાં પાલિકાના રજૂઆત કરી હતી.

જેમાં જણાવાયા મુજબ નગરપાલિકાને અવાર - નવાર મૌખિક - લેખિત અને વોટસએપ દ્વારા તથા રૂબરૂ રજુવાત કરેલી છે. પરંતુ આજ દિન સુથી ગટરમાંથી ઉભરાતા ગંદા પાણીના પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. વધુમાં ગટરમાંથી ઉભરાતા ગંદા પાણીના કારણે રસ્તો ચોક ઉપ થઈ ગયેલો છે . મચ્છરનો ઉપદ્રવ વધવાની સાથે અસહનીય ગંદીવાસ આવે છે અને કોરોના કોવિડ -19 વેશ્વિક બીમારી, રોગચાળાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા રોગચાળો ફેલાવવાનો સોસાયટીમાં રહેતા અંદાજે 500 થી વધુ રહીશોને ભય છે.

અન્ય સમાચારો પણ છે...