પરીક્ષા:જિલ્લામાં NMMS પરીક્ષામાં 6299 પૈકી 5997 હાજર 302 ગેરહાજર રહ્યા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના 10 પરીક્ષા કેન્દ્ર પર 24 પરીક્ષા સ્થળએ 218 બ્લોકમાં એનએમએમએસની પરીક્ષાનું આયોજન કરાયું હતું.જે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ હતી.જેમાં કુલ 6299 પૈકી 302 ગેરહાજર અને 5997 વિદ્યાર્થી હાજર રહ્યા હતા.

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે નેશનલ મેરિટ કમિન્સ સ્કોલરશિપ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આથી રવિવારે જિલ્લામાં પણ આ પરીક્ષાનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લા શિક્ષણાધીકારી એસ.એમ.બારડ, અને એજ્યુકેશન ઈન્સ્પેક્ટર કે.એન. બારોટના માર્ગદર્શનમાં પરીક્ષા જિલ્લાના 10 કેન્દ્ર પર 24 પરીક્ષા સ્થળ પર યોજવામાં આવી હતી.

તાલુકાદીઠ 1 પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાભરના નોંધાયેલા ધો.8ના બાળકોએ ભાગ લીધો હતો. જે પૈકી કુલ 6299 વિદ્યાર્થીમાંથી 5997 હાજર રહ્યા હતા. જ્યારે 302 ગેરહાજર રહ્યા હતા. દર વર્ષે ધો.8ના વિદ્યાર્થીઓ માટે યોજાતી આ પરીક્ષા 2 ફેઝમાં યોજાનાર મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓને ધો.9, 10, 11, 12 એમ 4 વર્ષ સુધી વાર્ષિક રૂ.12 હજારની સ્કોલરશિપ મળે છે. આથી મેરિટમાં સ્થા પામનાર વિદ્યાર્થીને દર વર્ષે 12 એમ 4 વર્ષ સુધી સ્કોલરશિપ મળશે.

લખતર રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ ભાવગુરુ વિદ્યાલયમાં રવિવારે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ-ગાંધીનગર દ્વારા લેવાતી NMMS ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વિદ્યાર્થીઓને ટેમ્પ્રેચર ચેક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં લખતર તાલુકામાં આઠમા ધોરણમાં અભ્યાસ કરતા કુલ 318 વિદ્યાર્થી- વિધાર્થિનીએ પરીક્ષા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...