તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:જિલ્લામાં 4.76 લાખમાંથી 3.99 લાખે કોવિશિલ્ડની રસી લીધી

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરના શહેરી વિસ્તારોના રસીકરણ કેન્દ્રો પર  રવિવાર લોકોએ રસીનો લાભ લીધો હતો.  - Divya Bhaskar
સુરેન્દ્રનગરના શહેરી વિસ્તારોના રસીકરણ કેન્દ્રો પર  રવિવાર લોકોએ રસીનો લાભ લીધો હતો. 
  • રવિવારે એકપણ કેસ નહીં: સાંજના 7 કલાક દરમિયાન 5085 પ્રથમ, 1259 બીજા ડોઝ લીધો
  • બપોરના 1 કલાક દરમિયાન 1693એ રસી મૂકાવી, 2.56 લાખ પુરુષ સામે 2.19 લાખ મહિલાએ રસી મૂકાવી

સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે સવારના 10થી સાંજના 7 કલાક દરમિયાન 6344 લોકોએ રસી મૂકાવી હતી. જેમાં સૌથી વધુ બપોરના એક કલાક દરમિયાન 1693 લોકોએ રસીનો લાભ લીધો હતો. અત્યાર સુધીમાં જિલ્લામાં 4.76 લાખમાંથી 3.99 લાખ લોકોએ કોવિશિલ્ડની રસી લીધી હતી. જ્યારે રવિવારે એકપણ કોરોનાનો કેસ નોંધાયો ન હતો.

જિલ્લામાં અંદાજે 17 લાખની વસતી સામે 10 લાખ લોકોને રસી આપવાનું તંત્ર દ્વારા લક્ષ્યાંક નક્કી કરાયો છે. દરરોજના 15000ના લક્ષ્યાંક સુધી પહોંચવામાં સફળતા મળી નથી. ત્યારે રવિવારે 33 કેન્દ્ર પર રસીકરણ યોજાતા કુલ 6344 લોકોએ રસીનો લાભ લીધો હતો. જિલ્લામાં છ માસથી વધુ સમયગાળા દરમિયાન અત્યાર સુધીમાં કુલ 4,76,116 લોકોનું રસીકરણ થયું છે. જેમાં 3,99,063 લોકોએ કોવિશિલ્ડની રસી તેમજ 77,053 લોકોએ કોવેક્સિનની રસી લીધી હતી.

અત્યાર સુધીમાં 3,85,374 લોકોએ પ્રથમ તેમજ 90,742 લોકોએ બીજો ડોઝ લીધો હતો. રસીકરણમાં મહિલાઓનો ઉત્સાહ વધુ જોવા મળી રહ્યો છે. જેના કારણે 2,56,153 પુરુષ સામે 2,19,861 મહિલાઓએ રસીનો લાભ લીધો હતો. જ્યારે અત્યાર સુધીમાં 18-44 વયના લોકોએ 1,78,293, 45-60 ની ઉંમરના 1,67,357 તેમજ 60થી ઉપરની વય ધરાવતા 1,30,466 લોકોએ રસી મૂકાવી હતી. રવિવારે એકપણ કેસ ન હોવાની સાથે 12 એક્ટિવ કેસ હોવાનું આરોગ્ય તંત્રે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...