તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉલટી ગંગા:મોરબીના હળવદની 17 ખાનગી શાળાઓમાંથી 196 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોરબીના હળવદની 17 ખાનગી શાળાઓમાંથી 196 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો - Divya Bhaskar
મોરબીના હળવદની 17 ખાનગી શાળાઓમાંથી 196 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો
  • ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશની સંખ્યામાં વધારો થવાની સંભાવના

કોરોનાકાળમાં વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણ સદંતર બંધ છે, ત્યારે દિવસે - દિવસે ખાનગી શાળાઓની હાલત કફોડી બની રહી છે. તાજા ભૂતકાળમાંજ હળવદ પંથકની 17 જેટલી ખાનગીશાળાને ટાટા કરી 196 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવી લેતા કમાણી કરી તાગડધિન્ના કરતા શાળા સંચાલકોની ઊંઘ હરામ થઈ છે.

આજના મોંઘા શિક્ષણને લઇ હવે સરકારી અને ખાનગી શાળાઓ વચ્ચે હરિફાઈ શરૂ થઇ છે. ખાનગી શાળાઓમાં વધતી ફી, વાલીઓને થતી પરેશાની, અસુવિધાઓ અને તેઓની દાદાગીરીને લઇ હવે વાલીઓ સરકારી શાળા તરફ વળ્યાં છે. રાજ્ય સરકારની પહેલનાં પરિણામે સરકારી શાળાઓમાં આવેલા ગુણાત્મક પરિવર્તનની અસર હવે જોવા મળી રહી છે.હળવદમાં વાલીઓને હકીકત સમજાઇ છે.

સરકારી શાળાઓમાં વેલ ક્વોલિફાઇડ શિક્ષકો,લેટેસ્ટ ટેક્નોલોજીનું ઇન્ફ્રાસ્ટ્રક્ટર હોવાથી ખાનગી શાળાઓ કરતા ઘણી સારી છે અને એના જ કારણે આ વર્ષે 196 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. જોકે આવતા દિવસોમાં હજુ વધુ વિદ્યાર્થીઓ ખાનગી શાળાને ટાટા બાય બાય કરી સરકારી શાળામાં પ્રવેશ મેળવશે.

આ અંગે હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીપાબેન એ જણાવ્યું હતું કે આ વર્ષે ધોરણ 2 થી 8ના 196 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. આવતા દિવસોમાં ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો પણ થશે કારણકે અત્યારે દરરોજ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...