તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ગદર્શન:કોરોનાના દર્દીઓને મોતનો ડર સૌથી વધુ સતાવી રહ્યો છે તે ડર દૂર કવાનું કામ અમારી ટીમ કરશે

સુરેન્દ્રનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સેવાભાવી ટીમે સર્વે કર્યા બાદ દર્દીઓની હિમ્મત વધારવા અભિયાન હાથ ધર્યુ

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓ વધી રહ્યા છે. ત્યારે આ લોકોમાં કોરોના કરતા મોતનો ડર વધુ જોવા મળતો હોવાનું બહાર આવ્યુ છે. પરિણામે સુરેન્દ્રનગર જિલ્લાના મહિલાકોચ અને તેમની ટીમે આવા દર્દીઓમાં રહેલો મોતનો ડર દૂર કરાવવા અભિયાન હાથ ધર્યુ છે. ત્યારે વઢવાણ આનંદભુવન ખાતે સારવાર લેતા 200 કોરોનાગ્રસ્ત દર્દીને યોગ કરાવી તેમજ વિવિધ પ્રકારનું માર્ગદર્શન આપીને તેઓના ચહેરા પર આનંદ ફેલાવ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની મહામારીએ અનેક પરિવારના પ્રિયજનોને છીનવી લીધા છે. હાલમાં પણ આ મહામારી પાછી પડવાનુ નામ લેતી નથી. જેના કારણે લોકોમાં આ રોગ સામે લડવાના અને તેમાંથી બહાર નીકળવાની અનેક આશાઓ લઇને બેઠો છે. પરંતુ કોરોનાગ્રસ્ત લોકોમાં રોગ કરતા મોતનો વધુ ડર હોવાનું બહાર આવ્યુ છે. પરિણામે દર્દીઓમાં માનસિક રીતે હતાશા વધુ જોવા મળી રહી છે. લોકોને આવી પરિસ્થિતિમાં બહાર લાવવવા માટે ગુજરાત રાજય યોગ બોર્ડના યોગ કોચ નીતાબેન દેસાઇ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે.

આ મહિલાકોચ તેમજ તેમની ટ્રેનર ટીમો દ્વારા હાલ કોરોનાગ્રસ્ત દર્દીઓ જ્યાં પણ સારવાર લઇ રહ્યાં છે ત્યાં મુલાકાત લેવામાં આવી રહી છે. અને દર્દીઓને પ્રાણાયામ સહિતના યોગ કરાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત હનુમાન ચાલીસા તેમજ ગાયત્રી મહામંત્રના પાઠ પણ કરાવવામાં આવી રહ્યા છે. પરિણામે વઢવાણ આનંદભુવન ખાતે કોરોનાની સારવાર લેતા 200 જેટલા દર્દીઓ કે જેઓ માનસીક રીતે હતાશ હતા તેઓને આ પ્રકારનું તા. 1 મેને શનિવારે 10થી 12 કલાક સુધી જ્ઞાન આપીને વાતાવરણ ચેંજ કરી નાંખ્યુ હતુ.

આ ઉપરાંત દર્દીઓને લીંબુશરબતનું પણ વિતરણ કરાયુ હતુ. આ ટીમ કોરોનાગ્રસ્ત દર્દીઓને રૂબરૂ મળે છે રૂબરૂ યોગ કસરત કરાવીને વિવિધ સમજુતી આપીને માનસીક રીતે સ્વસ્થ બનાવવામાં આવી રહ્યા છે. ઓક્સિજન વધારવા માટે પ્રાણાયામ હાલમાં જરૂરી છે.

હોસ્પિટલમાં 50 લોકોની ટીમ સાથે દર્દીઓની હતાશા દૂર કરાશે
મહામારીના કારણે લોકોમાં તેની અસર દેખાઇ રહી છે. આથી આવા લોકોને યોગ, યજ્ઞ, પ્રકૃતિ, આયુર્વેદની સમજણ સહિતનું જ્ઞાન આપવાનું અમારૂ લક્ષ છે. લોકોમાં મોતનો વધુ ભય સતાવી રહ્યો છે. આથી અમે મે મહિનો પુરો અમે આવા દર્દીઓને માર્ગદર્શન આપીશુ. ઉપરાંત યોગ સાથે મંત્રના પાઠ પણ કરાવવામાં આવશે. >નીતાબેન દેસાઇ, મહિલા કોચ, સુરેન્દ્રનગર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો