તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાને આમંત્રણ?:સુરેન્દ્રનગરના થાનમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, મેચ નિહાળવા આવેલા માસ્ક અને સોશિયલ ડિસ્ટંસના નિયમોને નેવે મુક્યા

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
સુરેન્દ્રનગરના થાનમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, મેચ નિહાળવા આવેલા માસ્ક અને સોશિયલ ડિસ્ટંસના નિયમોને નેવે મુક્યા
  • હિટરનગર-1ના યુવાનો દ્વારા રખડતી ગાયના લાભાર્થે મેચનું આયોજન કર્યું હતું

કોરોનાની બીજી લહેરે શહેરી વિસ્તારોની સાથે સાથે ગ્રામ્ય પથંકમાં પણ પગ પેસારો કરી લોકોને બાનમાં લીધા છે. ત્યારે થાન ખાતે કોરોના મહામારી દરમિયાન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાતા કોરોના વાયરસનુ સંક્રમણ વધવાની શક્યતાઓ ઉભી થવા પામી છે. થાન હિટરનગર-1 ના યુવાનો દ્વારા રઝળતી ગાયોના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું હતુ.

કોરોનાની બીજી લહેરમાં શહેરી વિસ્તારોની સાથે-સાથે ગ્રામ્ય પથંકમાં પણ અનેક લોકો અકાળે મોતને ભેટ્યાં છે. હાલમાં કોરોનાના કેસો ઝડપભેર ઘટતા લોકોએ રાહતનો દમ લીધો છે. તો બીજી તરફ સુરેન્દ્રનગર જીલ્લાના થાન હિટરનગર-1 ના યુવાનો દ્વારા રઝળતી ગાયોના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું છે.

થાનમાં ચાલી રહેલી ક્રિકેટ ટુર્નામેન્ટ નિહાળવા આવેલા લોકોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટંસનો અભાવ જોવા મળ્યો હતો. ત્યારે આ પ્રકારની બેદરકરાની કારણે ફરી એકવાર કોરોના સંક્રમણ વધવાની દહેશત ઉભી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...