સાયકલ સ્પર્ધા:ધ્રાંગધ્રામાં અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સાયકલ સ્પર્ધાનું આયોજન

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રામાં અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સાયકલ સ્પર્ધાનું આયોજન - Divya Bhaskar
ધ્રાંગધ્રામાં અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સાયકલ સ્પર્ધાનું આયોજન
  • ધ્રાંગધ્રાની એસ.પી.જૈન કોલેજ ખાતે એક સાયકલિંગ સ્પર્ધાનું આયોજન કરાયું

કેન્દ્ર સરકાર દ્વારા આ વખતે આઝાદીની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે. તેંના ભાગ રૂપે સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રાની એસ.પી.જૈન કોલેજ ખાતે એક સાયકલિંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતુ.

ધ્રાંગધ્રાની એસ.પી.જૈન કોલેજ ખાતે એક સાયકલિંગ સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ અને પ્રોફેસર સહિતના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. અને ધ્રાંગધ્રા કોલેજ કેમ્પસ ખાતેથી આ સાયકલ સ્પર્ધા નીકળી અને ધાંગધ્રા તાલુકાના બાવળી ગામ સુધી આશરે 34 કિલોમીટર સાઇકલિંગ કર્યું હતું. સાથે સાયકલિંગ કરવાથી શરીરની ફિટનેસ સારી રહે છે. સાથે પર્યાવરણની જાળવણી પણ થઈ શકે છે. બીજા લોકો પણ દરરોજ સાયકલિંગ કરે તે માટે અપીલ પણ કરવામાં આવી હતી.