તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સતર્કતા:ભારે વરસાદની આગાહીના પગલે ચોટીલાના અધિકારીઓેને હેડ કવાર્ટરમાં હાજર રહેવા આદેશ

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભારે વરસાદની આગાહીના પગલે ચોટીલાના અધિકારીઓેને હેડ કવાર્ટરમાં હાજર રહેવા આદેશ - Divya Bhaskar
ભારે વરસાદની આગાહીના પગલે ચોટીલાના અધિકારીઓેને હેડ કવાર્ટરમાં હાજર રહેવા આદેશ
  • પ્રાંત અધિકારી દ્વારા સૂચના આપવામા આવી

ઘણા સમય બાદ ચોટીલા સહિત ગ્રામ્યવિસ્તારો માં છેલ્લા બેદીવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર ચોટીલા સહિત ગ્રામ્યવિસ્તારો માં અતિભારે વરસાદ પડવાની સંભવવાના હોવાથી ચોટીલા પ્રાંત અધિકારીએ ચોટીલા તાલુકા પંચાયત,જી.ઇ.બી.સહિત તલાટીઓને પોતાના વિસ્તારના ગામે હાજર રહેવા કડક સૂચના આપી છે.

અતિભારે વરસાદ પડે તેવા સંજોગોમાં નદીકાંઠા તથા ડેમના નીચાળવાળા વિસ્તારોમાં વસવાટ કરતાં લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવાની લેખિત સૂચના આપીને તેની કડક અમલવારી કરાવવા સૂચના આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...