ઝાલાવાડમાં કોરોનાની બીજી લહેરના કહેર બાદ હાલ તો શાંતી છે. પરંતુ તેમ છતા હજુ પણ કોરોનાની ત્રીજી લહેરનો ખતરો માથે મંડરાઇ રહયો છે. તેમાં પણ તમામ બજારથી સાથે શાળા કોલેજો પણ ખૂલી ગઇ છે. અનેક લોકો એકબીજાના સંપર્કમાં આવી રહ્યા છે. ત્યારે ત્રીજી લહેર ઘાતક ન બને તે માટે ધો.9થી 12 અને કોલેજોમાં અભ્યાસ કરતા 62208 વિદ્યાર્થીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા માટે આરોગ્ય વિભાગે શાળા સંચાલોકોને તાકીદ કરી છે. પરંતુ હાલના સમયે જિલ્લામાં દરરોજ માત્ર 1400 જેટલા જ ટેસ્ટ કરવાની ક્ષમતા છે. તમામ વિદ્યાર્થીઓના ટેસ્ટ કરતા દોઢ મહિનાથી પણ વધુ સમય લાગી જાય તેવી સ્થીતી છે.
કોરોના ફરીથી માથું ન ઊચકે તેની તકેદારીને લઇને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે એક પરિપત્ર જાહેર કરીને ધો.9થી લઇને ધો.12 સુધી અને કોલેજોમાં પણ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સમયાંતરે આરટીપીસીઆર ટેસ્ટ કરવાવા માટે જાણ કરી દેવામાં આવી છે.
આમ જોઇએ તો જિલ્લામાં અંદાજે 62208 વિદ્યાર્થીઓના આરટીપીસીઆર કરવાના થાય છે. વર્તમાન સમયે જિલ્લામાં આરોગ્ય વિભાગ પાસે દરરોજ 1400 લોકોના આરટીપીસીઆર રિપોર્ટ કરી શકે તેટલી જ ક્ષમતા છે. જે જોતા તમામ વિદ્યાર્થીઓના આરટીપીસીઆર રિપોર્ટ કરતા દોઢ મહિના જેટલો સમય લાગી જાય તેમ છે.
શાળાઓને જાણ કરી છે પછી ટેસ્ટ કરીશું
સરકારના પરિપત્ર અનુસાર શાળ સંચાલકોને આરટીપીસીઆર રિપોર્ટ બાબતે જાણ કરાઈ છે. જે શાળા તૈયાર થશે તેમના વિદ્યાર્થીઓને નજીકના હેલ્થ સેન્ટર ખાતે રિપોર્ટ કરવાની વ્યવસ્થા કરી આપીશુ. છતાં જો કોઇ શાળા તૈયાર નહી થાય તો આરોગ્ય વિભાગની ટીમ શાળાએ જઇને પણ આ રિપોર્ટ કરશે.> ડો.ચંદ્રમણિકુમાર, જિલ્લા આરોગ્યા અધિકારી
શાળામાં અમે તકેદારી રાખીએ છીએ છતાં ટેસ્ટનો નિર્ણય આવકાર્ય છે
વર્તમાનસ સમયે જે વિદ્યાર્થી કે તેના પરિવારના કોઇ સભ્યને પણ શરદી કે ઉધરસ હોય તેવા વિદ્યાર્થીઓને શાળાએ ન આવવા માટે સૂચના આપી તકેદારી રાખીએ છીએ. સરકારે જે વિદ્યાર્થીઓના ટેસ્ટની વાત કરી છે તેને અમે આવકારીએ છીએ. સાથે સાથે તમામ શિક્ષકોને રસીને બંને ડોઝ અપાવી દીધા છે. વિદ્યાર્થીઓ પણ વધુને વધુ રસી લે તેના માટે સૂચનો કરીએ છીએ. > ઇન્દ્રસિંહ ઝાલા, પ્રમુખ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.