નિર્ણય:હોટેલમાં રોકાતા માણસોની માહિતી પથિક સોફટવેરમાં નોંધાવા આદેશ

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હુકમનો ભંગ કરના કે કરાવનાર દંડ અને શિક્ષાપાત્ર : અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

કાયદો-વ્યવસ્થા તેમજ જાહેર શાંતિ અને સલામતિ જળવાઈ રહે તે હેતુથી રાજ્યમાં હોટલ ગેસ્ટ હાઉસ સહિત સ્થળ જ્યાં ભાડે અથવા ભાડા વગર ઉતારો અપાય તેવા સ્થળોએ ઉતારૂઓની ઓનલાઇન પથિક સોફ્ટવેરમાં માહિતી નોંધાવવા આદેશ કરાયો છે.

સુરેન્દ્રનગર અધિક જિલ્લા મૅજિસ્ટ્રેટ એન. ડી. ઝાલાએ જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ જિલ્લામાંથી 2 નેશનલ હાઈ-વે પસાર થાય છે, જ્યાં સરળતાથી અવરજવર તથા રોકાણ થઈ શકે છે. રણ વિસ્તાર પણ આવેલો હોવાથી અતિ સંવેદનશીલ જિલ્લો છે. પ્રવર્તમાન સંજોગો અને ગુપ્ત સંસ્થાઓના વખતોવખત અહેવાલ અનુસાર રાષ્ટ્ર વિરોધી આતંકવાદી પ્રવૃત્તિ કરતાં નાપાક તત્ત્વો જિલ્લામાં રોકાણ કરી આતંકવાદી પ્રવૃત્તિ કરી શકે છે.

ચોરી, લૂંટફાટ અને આતંકવાદી બનાવો બનતાં અટકાવવા, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા જરૂર છે. જિલ્લામાં હાઈ-વે પર આવેલું ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા, વણિન્દ્ર ધામ પાટડી, ઓએનજીસી પમ્પિંગ સ્ટેશન-દુધરેજ, ઢાંકી પંપીંગ સ્ટેશન, ચોરણીયા પાવર સ્ટેશન વગેરે આતંકવાદી હુમલાની શક્યતા રહેલી છે. જેને અનુલક્ષીને આવા ગુનેગારોની તપાસમાં ભાળ મળે તે માટે જિલ્લામાં આવેલાં તમામ હોટલ ગેસ્ટ હાઉસ, ધર્મશાળા, બોર્ડિંગ હાઉસ, લોજ તથા જ્યાં લોકોને ભાડે અથવા ભાડા વગર ઉતારો અપાતો હોય તેવી તમામ જગ્યાઓના માલિકો ઉપર નિયંત્રણ મુકાયાં છે, જેમાં જરૂરી રેકર્ડ ઉપલબ્ધ થઈ શકે તે માટે ઉતારૂઓની ઓનલાઇન માહિતી પથિક સોફ્ટવેરમાં મૂકવા આદેશ છે.

અન્ય સમાચારો પણ છે...