સુરેન્દ્રનગર પાલિકાના નિવૃત્ત સફાઇ કામદારોને સાતમા પગાર પંચ મુજબ ગ્રેજ્યુઇટી મળી ન હતી. આથી તેઓએ મદદનીશ શ્રમઆયુક્ત સમક્ષ ગુજરાત રાજ્ય કર્મચારી સંઘના આગેવાનની મદદથી કેસ કર્યો હતો. આથી મદદનીશ શ્રમ અધિકારીએ સફાઇ કર્મીઓને ગ્રેજ્યુઇટી તફાવતની રકમ ચુકવવા હુકમ કર્યો હતો.
સુરેન્દ્રનગર નગરપાલિકાના 2 સફાઈ કામદાર દ્વારા નિવૃત્તિ બાદ મળતી ગ્રેજયુટીની રકમ મળી હતી.પરંતુ ખુશાલભાઈ મુળજીભાઈ અને કુંદનબેન ચમનભાઈ આ બંને સફાઈ કામદારોને સાતમા પગારપંચ મુજબ ગ્રેજ્યુટી મળી ન હતી. આથી તેઓએ ગુજરાત રાજ્ય કર્મચારી સંઘના મયુરભાઈ પાટડીયા દ્વારા ગ્રેજ્યુટી ચૂકવણી અધિનિયમ હેઠળ પાલિકા સામે નિયંત્રણ અધિકારી એસ.એ. ભપલ મદદનીશ શ્રમ આયુક્તની કચેરી સમક્ષ કેસ રજૂ કર્યો હતો.
જેમાં સફાઇ કર્મચારી તરફેણમાં મયુરભાઈએ દલીલો અને સાતમા પગારપંચ મુજબ પુરાવા રજૂ કર્યા હતા. બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ મદદનીશ શ્રમ આયુક્ત અધિકારી એસ.એ.ભપલે પાલિકાને ખુશાલભાઈ મુળજીભાઈને રૂ.1,73,626, કુંદનબેન ચમનભાઈને રૂ.1,24,729 લેખે 10% સાદા વ્યાજ સહિત તફાવતની રકમ ચૂકવી આપવા હુકમ કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.