તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મધર્સ ડે:સુરેન્દ્રનગરના માંડલની મહિલાને કોરોના થતાં ઓક્સિજન લેવલ 35 થયુ, 15 દિવસમાં મહામારીને હરાવી " મધર્સ ડે "ના દિવસે જ માતાને રજા મળતા પુત્ર ગળગળો થયો

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
સુરેન્દ્રનગરના માંડલની મહિલાને કોરોના થતાં ઓક્સિજન લેવલ 35 થયુ, 15 દિવસમાં મહામારીને હરાવી " મધર્સ ડે "ના દિવસે જ માતાને રજા મળતા પુત્ર ગળગળો થયો
  • પાટડી કોવિડ કેર સેન્ટરમાં 40 વર્ષની મહિલાને કોરોનાને હરાવતા 15 દિવસની સારવાર બાદ રજા અપાઇ

મ‍ાંડલ તાલુકાના હેર ગામની મહિલાને કોરોના પોઝિટિવ આવ્યા બાદ ઓક્સિજન લેવલ 35 અને સીટી સ્કેનનો સ્કોર 20 આવતા ગંભીર હાલતમાં સારવાર અર્થે પાટડી કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં 15 દિવસની લાંબી સારવાર બાદ આ મહિલાએ કોરોનાને હરાવતા એને આજે સ્વસ્થ થતા " મધર્સ ડે "ના દિવસે જ માતાને રજા મળતા પુત્ર ગળગળો થયો હતો.

અમદાવાદ જીલ્લાના માંડલ તાલુકાના હેર ગામની 40 વર્ષની કંચનબેન રમેશભાઇ ઠાકોર નામની મહિલાને કોરોના પોઝિટિવ આવવાની સાથે એમનું ઓક્સિજન લેવલ ઘટવા લાગતા એમને સારવાર અર્થે લઇ જવાતા એક પણ હોસ્પિટલમાં જગ્યા મળી નહોતી. આથી એમને ગંભીર હાલતમાં સારવાર અર્થે પાટડી કોવિડ કેર સેન્ટર ખાતે લાવવામાં આવ્યાં હતા. પરંતુ આ મહિલા માંડલ તાલુકાના વતની હોવાથી એમને પાટડી કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરાયા નહોંતા. પરંતુ આ હોસ્પિટલમાં છેલ્લા દોઢ-બે મહિનાથી કોરોના દર્દીઓની રાત-દિવસ સેવા કરતા ચેતન શેઠ, પ્રફુલ્લ દવે, ભરત ઠાકોર અને નવઘણ રબારી સહિતના યુવાનોની ટીમને ખબર પડતા એમણે ડો.શ્યામલાલ રામને વિનંતી કરીને એમને સારવાર માટે અંતે પાટડી કોવિડ કેર સેંટરમાં દાખલ કરવામાં આવ્યાં હતા.

પરંતુ કંચનબેન ઠાકોરનું ઓક્સિજન લેવલ 35 હોવાની સાથે એમનો સીટી સ્કેનનો સ્કોર 20 આવતા એમના 80% ફેફસા ડેમેજ હોવાથી એમને તાકીદે વેન્ટીલેટર પર લેવા પડે એમ હતા. છતાં પાટડીના સેવાભાવી યુવાનોની ટીમ અને હોસ્પિટલના ડો.શ્યામલાલ રામની અથાગ મહેનત બાદ 40 વર્ષની કંચનબેન ઠાકોરે પાટડી કોવિડ કેર સેન્ટરમાં 15 દિવસની સારવાર બાદ એમણે આજે કોરોનાને હરાવતા સ્વસ્થ થતાં રજા આપવામાં આવી હતી. આજે 'મધર્સ ડે'ના દિવસે માતાએ કોરોનાને હરાવી સ્વસ્થમને રજા મળતા એમનો પુત્ર ગળગળો થઇ જતાં પાટડી કોવિડ કેર સેન્ટરના ડો.શ્યામલાલ રામ અને ચેતન શેઠ, પ્રફુલ્લ દવે, ભરત ઠાકોર અને નવઘણ રબારી સહિતની સેવા ભાવી યુવાનોની ટીમનો દિલથી આભાર માની પળવાર માટે ગળગળો થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...