સુરેન્દ્રનગરની વઢવાણ વિધાનસભાની ટિકિટ પહેલાં બ્રહ્મ સમાજના જિજ્ઞાબેન પંડ્યાને આપી હતી. જે બાદ આ બેઠક માટે જગદીશભાઈ મકવાણાને ટિકિટ આપવામાં આવી હતી. ત્યારે બ્રહ્મ અને જૈન સમાજ દ્વારા આનો વિરોધ કરાયો હતો અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
પરંતુ ત્યારબાદ આ વિવાદ સમી ગયો હતો. બીજી તરફ મંગળવારે રાત્રે બ્રહ્મ સમાજના આગેવાનો અને યુવાનોની એક બેઠકમાં ‘ઓપરેશન મહાદેવ’ હેઠળ ફરી ભાજપ વિરુદ્ધ મતદાન કરી બ્રહ્મ સમાજની તાકાત દેખાડવાનું નક્કી કરાયું હતું. બીજી તરફ જિજ્ઞાબેન પંડ્યા અત્યારે પક્ષ સાથે જ છે અને પ્રચારમાં છે. આ અંગે તેમને યુવાનો સાથે કોઈ વાત થઈ નથી તેમ જણાવ્યું હતું. વઢવાણ વિધાનસભા બેઠક પર ભાજપે અગાઉ ઉમેદવાર તરીકે જિજ્ઞેબન પંડ્યાને ટિકિટ આપી હતી. પછી એકાએક તેમની પાસેથી ઉમેદવારી પાછી ખેંચાવી જગદીશભાઇ મકવાણાને ટીકિટ ફાળવાઇ હતી.
આથી બ્રહ્મસમાજ અને જૈન સમાજમાં રોષ ફેલાયો હતો. મંગળવારે રાત્રે શહેરના આર્ય સમાજ ખાતે બ્રહ્મ સમાજના આગેવાનો અને યુવાનોની બેઠક યોજાઇ હતી. જેમાં તમામ સીટ ઉપર બ્રહ્મ સમાજે પોતાનું મતદાનની તાકાત દેખાડવાનું નક્કી કર્યું હતું. જેમાં ચૂંટણીમાં ઓપરેશન મહાદેવ ચલાવવાનું નક્કી કર્યું છે. સમસ્ત બ્રહ્મ સમાજના યુવાનો અને આગેવાનો વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધમાં મતદાન કરશે અને ચૂંટણી સુધી બ્રહ્મ સમાજના યુવાનો કાળી પટ્ટી ધારણ કરી ફરશે તેવો નિર્ણય લેવાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.