કૃષિ:વઢવાણમાં મગફળી ખરીદીમાં માત્ર એક જ ખેડૂત આવ્યા

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
વઢવાણ ખરીદ કેન્દ્ર પર રજીસ્ટ્રેશન કરેલા ખેડૂત મગફળી વેચાણ માટે આવ્યા હતા. - Divya Bhaskar
વઢવાણ ખરીદ કેન્દ્ર પર રજીસ્ટ્રેશન કરેલા ખેડૂત મગફળી વેચાણ માટે આવ્યા હતા.
  • ટેકાના ભાવ 1110 અને બજાર ભાવ1400 હોવાથી ખેડૂતો ફરક્યા નહીં

સુરેન્દ્રનગર જિલ્લામાં મગફળીની ખરીદી ટેકાના ભાવે પ્રારંભ થયો છે. જેમાં વઢવાણ તાલુકામાંથી માત્ર 1 જ ખેડૂત વેચાણ કરવા માટે આવ્યા હતા. વઢવાણ તાલુકામાં 351 ખેડૂતે ઓનલાઇન રજિસ્ટ્રેશન કર્યું હતું.જેમાં લાભપાંચમે 20 ખેડૂતોને બોલાવાયા હતા.પરંતુ સરકારના ટેકાના ભાવ રૂ.1110 અને બજાર ભાવ રૂ.1400 હોવાથી ખેડૂતો ફરક્યા જ ન હતા.ઝાલાવાડમાં ઘઉંનું વાવેતર વ્યાપક પ્રમાણે થાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસુ નિષ્ફળ જતા ખેડૂતો હવે ઘઉંના વાવેતર તરફ વળ્યા છે. પરંતુ પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઇ છે.

હાલ રાજ્ય સરકારે ટેકાના ભાવે રૂ.1110માં મગફળીની ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી હતી. આથી વેચાણ માટે હજારો ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે દોડઘામ કરી હતી. વઢવાણ તાલુકામાં 351 ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આથી રાજ્ય સરકારના કેન્દ્રો પર લાભપાંચમે 20 ખેડૂત ખરીદી માટે બોલાવ્યા હતા.આથી ખરીદ અધિકારી ઘનશ્યામભાઇ મહેતા અને તેમની 20 જેટલા લોકોની ટીમ ખડે પગે રહી હતી.

પરંતુ વસુદેવભાઇ નામ એકમાત્ર ખેડૂત 140 મણ મગફળી લઇને આવ્યા હતા.જેમાં મગફળીની ગુણવત્તા બાબતે વિવાદ થયો હતો. વઢવાણ તાલુકામાં મગફળી વેચાણ માટે ખેડૂતો આવતા બજાર ભાવ રૂ.1400 હોવાનું કારણ બહાર આવ્યું છે. આ અંગે ખરીદી અધિકારી ઘનશ્યામભાઇ મહેતાએ જણાવ્યુ કે સરકારના ટેકાના ભાવને કારણે બજારભાવ ઉંચકાતા મળતા ખેડૂતોને ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...