કોરોના રસીકરણ:212 લોકોએ જ રસી લીધી કુલ 23.75 લાખનું રસીકરણ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઠંડી અને મતદાને પગલે 14 કેન્દ્ર પર જ રસીકરણ
  • રવિવારે લઘુતમ 11.2, મહતમ 27.3 ડિગ્રી તાપમાન

સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે ઠંડી, મતદાન, રવિવારની રજા એમ ટ્રીપલ અસર વર્તાઇ હતી. જેના કારણે 14 કેન્દ્ર પર 212 લોકોએ જ રસી લીધી હતી. હાલ કુલ 23.75 લાખ લોકોનું રસીકરણ થયું હતું. જિલ્લામાં ગ્રામપંચાયતોની ચૂંટણીને લઇને રવિવારે મતદાન યોજાયું હતું. જેની સામે તા. 19 ડિસેમ્બર રવિવારે પ્રથમ 18 અને 194 લોકોએ બીજા ડોઝ સાથે કુલ 212 લોકોએ રસીનો લાભ લીધો હતો. જ્યારે શનિવારે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સામે રવિવારે તેમા ઘટાડો થતા 11.2 ડિગ્રી અને મહતમ 27.3 ડિગ્રી રહ્યું હતું.

બીજી તરફ આરોગ્યનો સ્ટાફ પણ મતદાન મથકો વિવિધ આરોગ્યલક્ષી ચીજવસ્તુઓ સાથે ફરજ બજાવી રહ્યો છે.જેના કારણે જિલ્લામાં દરરોજ 60થી ઉપરના કેન્દ્રો પર થતા રસીકરણની સામે 14 કેન્દ્ર પર જ રસીકરણ યોજાયું હતું. રવિવારે થયેલા રસીકરણ સાથે જિલ્લામાં 12,04,309 પ્રથમ અને 11,70,782 બીજા ડોઝ સાથે કુલ 23,75,091 લોકોનું રસીકરણ થયું હતું. જેમાં 18-44 વયના 14,70,467, 45-60ની ઉંમરના 5,72,569, 60થી ઉપરની વયના 3,32,055 લોકોમાં 12,61,902 પુરૂષો અને 11,12,811 મહિલાઓનો સમાવેશ થાય છે.

1 માસમાં સૌથી ઓછું રસીકરણ
જિલ્લામાં 19 નવેમ્બરથી લઇને 19 ડિસેમ્બર એટલે કે 1 માસમાં સૌથી ઓછા લોકોનું જ રસીકરણ રવિવારે થયું હતું. આ પહેલાં તા. 21 નવેમ્બરે-505, તા.28 નવેમ્બરે-794, તા. 5 ડિસેમ્બરે-533, તા. 12 ડિસેમ્બરે-402 લોકોએ રસી લીધી હતી. જેની સામે તા. 19 ડિસેમ્બરે-212 લોકોએ રસી મૂકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...