તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જિલ્લામાં મંગળવારે માત્ર વઢવાણમાં 1 કેસ નોંધાયો

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • હાલ 16 એક્ટિવ કેસ, 1114નું ટેસ્ટિંગ

સુરેન્દ્રનગર જિલ્લામાં મંગળવારે વઢવાણ તાલુકામાં 1 કેસ નોંધાયો હતો. જ્યારે બાકીના તાલુકામાં એકપણ કેસ નોંધાયો ન હતો. આ દિવસ 1114 લોકોનું ટેસ્ટિંગ કરાયું હતું. જ્યારે હાલ જિલ્લામાં 16 એક્ટિવ કેસ ધ્યાને આવ્યા હતા. ઝાલાવાડમાં કોરોનાએ સોમવારે રજા રાખ્યા બાદ ફરી દેખા દેતા મંગળવારે એક વ્યક્તિને ઝપટમાં લીધો હોવાનું સરકારી ચોપડે નોંધાયુ હતુ.

આમ અત્યાર સુધીમાં એક કેસ સાથે કોરોના પોઝિટીવનો આંક 7400 પર પહોંચી ગયો હતો. આ દિવસે આરટીપીસીઆરના 981 તેમજ અન્ટીજનના 133 ટેસ્ટ સાથે કુલ 1114 લોકોનું ટેસ્ટીંગ કરાયુ હતુ. આ ઉપરાંત હાલ ચૂડામાં-1, ધ્રાંગધ્રામાં-5, લીંબડીમાં-1, મૂળીમાં-1 તેમજ સૌથી વધુ વઢવાણમાં -8 સહિત કુલ 16 એક્ટીવ કેસ રહ્યા હતા.

સરલા, સોમાસરમાં રસી લીધા વિના વેપાર કરતા 3 સામે ફરિયાદ
મૂળી
: મૂળી તાલુકામાં હાલ વેક્સિન ઝુંબેશ ચાલી રહી છે અને સંસ્થાઓ દ્વારા પણ રસીકરણ કરવા માંગ કરાઇ છે. ત્યારે ઘણા વેપારીઓ તાજેતરમાં જાહેર કરાયેલા જાહેરનામાને ગણકાર્યા વગર વેપાર કરતા હોવાનું મૂળી પોલીસને ધ્યાને આવ્યું હતું. મૂળી પોલીસ મથક સ્ટાફનાં હરદેવસિંહ ઝાલા, સતિશભાઇ, હરેશભાઇ ખવડ સહિતનાં દ્વારા સરલા તેમજ સોમાસર ગામે વેકસિન લીધા વગર વેપાર કરતા 3 વેપારી સામે પોલીસ કાર્યવાહી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...