તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરેશાની:ઓનલાઇન સર્વર ક્યારેક બંધ, ક્યારેક ધીમું રહેતાં લાભાર્થીઓને 4 દિવસથી ધરમધક્કા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સર્વર બંધ હોવાથી રાશનની દુકાને આવતા લોકોને ધરમધક્કા. - Divya Bhaskar
સર્વર બંધ હોવાથી રાશનની દુકાને આવતા લોકોને ધરમધક્કા.

સુરેન્દ્રનગર જિલ્લામાં એનએફએસએ કાર્ડ ધારકોને મળતા રાશન વિતરણની કામગીરીનું સર્વર છેલ્લા 4 દિવસથી બંધ હોવાથી દુકાને આવતા લોકોને ધરમ ધક્કા થઇ રહ્યા છે. મુખ્ય સર્વરમાં ખામી સર્જાતા આખા જિલ્લાની કામગીરી ઠપ્પ રહેતા તહેવારોના દિવસોમાં રાશન વગર પરત ફરતા લોકોમાં રોષ ફેલાયો હતો.

ગરીબ અને જરૂરીયાત મંદ લોકોને જરૂરી અનાજ મળી રહે માટે વર્ષ 2013માં નેશનલ ફુડ સિક્યુરીટી બીલ સાંસદમાં પસાર કરાયુ હતુ. જે અંતર્ગત દેશ ભરના એનએસએફએ બીપીએલ, એએવાય, એપીએલ-1,2 ધારકોને ઘઉ, ચોખા, ખાંડ, તેલ તુવેરદાળ, મીઠુ સહિતનો રાશન જથ્થો સસ્તા અનાજ વિતરણની દુકાનો કરવામાં આવે છે.આ કામગીરીમાં ડિઝીટલાઇઝેશન કરી કાર્ડ ધારકના અંગુઠાના નિશાન આધારે વિતરણની કામગીરી કરાતા ઝડપી કામગીરી થવાની લોકોને આશા હતી.લોકોએ થમ્બ ઇમ્પ્રેશન સાથે તમામ વિગતો ડિઝીટલ કરાઇ હતી.

હાલ અનાજ વિતરણની જિલ્લામાં કામગીરી ચાલતી હતી.તે દરમિયાન છેલ્લા 4 દિવસથી મુખ્ય સર્વર બંધ રહેતુ અને ધીમુ ચાલતુ હોવાથી અનાજ વિતરણની કામગીરી થઇ શકતી ન હોવાથી લોકોને રાશનની દુકાનેથી વીલામોએ પરત ફરવાનો વારો આવી રહ્યો હોવાથી રોષની લાગણી ફેલાઇ છે.આ અંગે કંચનબેન મકવાણા, હીરાબેન પરમાર, મુકેશભાઇ સોનારા, કમલેશભાઇ ખાંદલા સહિતનાઓએ જણાવ્યુ કે અમો સસ્તા દરની અનાજની દુકાને છેલ્લા ચાર દિવસથી રાશન મેળવવા માટે ધરમધક્કા ખાઇએ છીએ એક બાજુ સરકાર અન્ન વિતરણ જેવા કાર્યક્રમો કરે છે તો બીજી બાજુ આવી રીતે ધક્કા ખાવા પડી રહ્યા છે. આથી ઓનલાઇન કામગીરી બંધ હોય ત્યારે ઓફલાઇન વિતરણ પણ થાય તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવવી જોઇએ જેથી આવી પરિસ્થિતી સર્જાય તો લાભાર્થીઓને હેરાન ન થવુ પડે.

5 સપ્ટેબર સુધી કામગીરી લંબાવાઇ
સેન્ટર સર્વરમાં ગુજરાત આખાના રાશન અંગેના ડેટા એકત્ર થતા હોય છે.જેમાં હાલ ઓવરલોડ હોવાથી સર્વર ધીમું થઇ ગયું હોવાથી આ સમસ્યા સર્જાઇ છે. એક સર્વરમાં 4 પેરલલ કામગીરી જેવીક ઇએફપીએસ, દુકાનનો સ્ટોક, પુરઠાના ગોડાઉન વાહનના ગેટપાસ ઇસ્યુ,લાભાર્થીઓના થમ્બનેલ સહિત મામગીરી થાય છે. અનાજ વિતરણની તારીખ 5 સ્પટેબર સુધી વધારાઈ છે. > ચેતનભાઇ મીશણ, પુરવઠા અધિકારી

અન્ય સમાચારો પણ છે...