આયોજન:ધો.10 અને12ની પરીક્ષાના ઓનલાઇન ફોર્મ 22 નવેમ્બરથી ભરી શકાશે

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં 12 સામાન્ય પ્રવાહના 8852, વિજ્ઞાન પ્રવાહના 1277, ધો.10ના 20,320 વિદ્યાર્થી

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાકાળ બાદ શાળાઓ શરૂ થતા વિદ્યાર્થીઓએ શાળામાં અભ્યાસ શરૂ કર્યો હતો. ત્યારે હાલ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની વર્ષ 2022 માર્ચની પરીક્ષાના ફોર્મ ભરાવાના શરૂ કરવામાં આવ્યા છે. આથી ધો.10, ધો.12વિદ્યાર્થીઓ ઓનલાઇન ફોર્મ ભરી શકશે.

ગુજરાત રાજ્ય સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના કાળમાં શાળાઓ બંધ રહી હતી.જેમાં વિદ્યાર્થીઓએ ઘેર રહી અભ્યાસ કર્યો હતો. જ્યારે ગત વર્ષે કોરોનાને લીધે પરીક્ષાઓ શક્ય ન રહેતા દરેક ધોરણના વિદ્યાર્થીઓ તેમાં ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું.

કોરોના સંક્રમણ ઘટતા વિદ્યાર્થીઓ શાળાઓએ ઓફલાઇન અભ્યાસની શરૂઆત કરાઇ હતી. જેમાં કોલેજ અને ધો.9થી 12ની શાળાઓ ત્યારબાદ ધો.6થી 8ની શાળા પણ ખુલ્લી મુકાઇ હતી. ત્યારે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ગાંધીનગર દ્વારા તા.17-11-2021ના રોજ પરિપત્ર જાહેર કરી વર્ષ 2022ની પરીક્ષા ધો.10 અને ધો.12 સામાન્ય અને ધો.12 વિજ્ઞાન પ્રવાહના ફોર્મ ભરવાનું ચાલુ કરવામાં આવ્યું છે.

આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી એસ.એમ.બારડે જણાવ્યું કે તા.22-11-2021થી બપોરે 2 કલાકથી ફોર્મ ઓનલાઇન ભરાવાનું ચાલ થશે. જે તા.21-12-201ના રાત્રી 12 કલાક સુધી ગુજરાત રાજ્ય બોર્ડની વેબસાઇટ gseb.org પરથી ભરી શકાશે.જેમાં ધો.12 સામાન્ય પ્રવાહ, ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને ધો.10ના વિદ્યાર્થીઓ ફોર્મભરવાનું રહેશે.

આમાં ખાનગી, નિયમિત, રિપિટર, પૃથ્થક દરેક વિદ્યાર્થીઓએ ફરજિયાત ઓનલાઇન આવેદનપત્ર ભરવાના રહેશે. આમ કોરોનાકાળ બાદ શાળા શરૂ થયા બાદ બોર્ડે પરીક્ષાનું આયોજન આરંભી દીધું છે. આથી સુરેન્દ્રનગર જિલ્લામાં ધો.12 સામાન્ય પ્રવાહના 8852, ધો.12 વિજ્ઞાન પ્રવાહના 1277, અને ધો.10ના 20,320 વિદ્યાર્થીઓ તા.22થી ઓનલાઇન ફોર્મ ભરી શકશે.

અન્ય સમાચારો પણ છે...