તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યાં:ચોટીલાના પાંચવડા ગામે છરી મારતા એકનું મોત, એક જ કુટુંબનાં બે ભાઈઓ વચ્ચે થઈ મારામારી

સુરેન્દ્રનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક યુવાન - Divya Bhaskar
મૃતક યુવાન
  • ભહુયા હનુમાનજી મંદિર તરફ જવાના રસ્તા પર બન્યો બનાવ

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના પાંચવડા ગામે છરી મારતા એકનું મોત નિપજવાની ઘટના સામે આવી છે. જમીન બાબતે એકજ કુટુંબનાં બે ભાઈઓ વચ્ચે ભહુયા હનુમાનજી મંદિર તરફ જવાના રસ્તા પર મારામારીની ઘટના હત્યાના બનાવમાં પરિણમી હતી. આ ઘટનાની જાણ થતા ચોટીલા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ હત્યા અંગેનો ગુનો દાખલ કરી આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના પાંચવડા ગામે છરી મારતા એકનું મોત નિપજવાની ઘટના સામે આવી છે. જમીન બાબતે એકજ કુટુંબનાં બે ભાઈઓ વચ્ચે ભહુયા હનુમાનજી મંદિર તરફ જવાના રસ્તા પર મારામારીની ઘટના હત્યાના બનાવમાં પરિણમી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના પાંચવડા ગામના 37 વર્ષીય છનાભાઈ ગોબરભાઈ મેટાડીયાને પળખાના ભાગે છરીના બે ઘા કર્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જેસો ઉર્ફે ડકો અરજણભાઈ મેટાડીયાએ છરી વડે હુમલો કર્યાની પરીવારજનો દ્વારા રાવ ઉઠવા પામી છે.

આ ઘટનામાં મોતને ભેટેલા મૃતકને ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ. માટે પરિવારજનો લઈ ગયા હતા. આ હત્યાની ઘટનાની જાણ થતાં ચોટીલા પોલીસ ઘટના સ્થળે પહોંચી હત્યા અંગેનો ગુનો દાખલ કરી નાસી છુટેલા આરોપીને ઝબ્બે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનામાં સગા કાકાના દિકરા સહિત 3 લોકોએ હત્યા કરી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. ક્યા કારણોસર યુવાનની હત્યા કરાઇ તે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. ચોટીલાના પાંચવડા ગામની સીમમાં યુવાનની હત્યાના બનાવથી સમગ્ર પથંકમાં ચકચાર મચી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...