તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાટડીના રણમાં શૂટિંગ કરવા આવેલી કારના ચાલક સહિતના ત્રણ લોકો વાછડાદાદા મંદિરે દર્શન કરીને પરત આવી રહ્યા હતા ત્યારે ટ્રેક્ટરને ઓવરટેક કરવા જતા કાર પલટી ખાઈ ગઈ હતી, જેમાં અમદાવાદના યુવકનું મોત નીપજ્યું હતું.
પાટડી તાલુકાના અભયારણ્ય વિસ્તાર બર્ડ ફ્લુની દહેશત અંતર્ગત પ્રવાસીઓ માટે સદંતર બંધ છે. ત્યારે ગાંધીનગરથી પરમીશન લઇને રણમાં શૂટીંગ માટે આવેલી કાર કંપનીના લોકો ઇનોવા કાર લઇને ઝીંઝુવાડા રણના વાછડાદાદા મંદિરના દર્શન કરીને પરત ઝીંઝુવાડા આવી રહ્યાં હતા. ત્યારે ઇનાવો કારના ચાલક હાર્દિક શૈલેષભાઇ જોશી ( રહે-આંબાવાડી-અમદાવાદ )એ રણમાં ટ્રેક્ટરને ઓવરટેક કરવા જતા અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા પુરઝડપે જતી ઇનાવો કાર રણમાં પલ્ટી ખાઇ ગઇ હતી.
જેમાં ઇનોવા કારના ચાલક હાર્દિક જોશીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર મળે એ પહેલા જ એનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ.જ્યારે આ કારમાં સવાર અન્ય બે લોકોને પણ ગંભીર ઇજાઓ પહોંચતા લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લઇ જવાયા હતા.
આ ઘટનાની જાણ થતા ઝીંઝુવાડા પોલિસે પણ રણમાં બનેલી ઘટના સ્થળે દોડી જઇ લાશને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે લઇ જવામાં આવી હતી. આ બનાવ અંગે અમદાવાદના ઉજાશ કિર્તીભાઇ ગજ્જરની ફરીયાદના આધારે ઝીંઝુવાડા પોલિસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ ઝીંઝુવાડા પીએસઆઇ વી.પી.મલ્હોત્રા ચલાવી રહ્યાં છે.
ગાંધીનગરમાં જરુરી ફી ભરી શૂટિંગ માટે આવ્યા હતા
RFO આ લોકો ગાંધીનગર વનવિભાગમાં રૂ. 75000 ફી ભરી પરમીશન લઇ કારના શૂટિંગ માટે રણમાં આવ્યા હતા અને ઝીંઝુવાડા રણમાં અકસ્માતની ઘટના બની હોવાનું સામે આવ્યું છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.