ટ્રેલરે યુવકોને અડફેટે લીધા:સુરેન્દ્રનગરના ગોગલા ગામ નજીક ટ્રેલરના ટાયરમાં ફસાઈ જતા બે બાઈક સવાર પૈકી એકનું મોત, એક ઘાયલ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના બળોલ ગામના બે યુવાન બાઈક લઈ ધોલેરા તાલુકાના ગોગલા ગામે મામાના ઘરે જવા નિકળ્યા હતા. તે વેળાએ ગોગલા ગામ પાસે આંબલી જવાના માર્ગ ઉપર પહોંચતા ટ્રેલર ચાલકે આગળ જતા બાઈકને અડફે લીધા હતા. જેથી અકસ્માત સર્જાતા એક યુવાનનું ગંભીર ઈજાને કારણે મોત થયું છે. જ્યારે એકને ઈજાગ્રસ્ત હાલતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.
યુવકોને ગંભીર ઈજા પહોંચી
આ અકસ્માતના બનાવની જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના અને લીંબડી તાલુકાના બળોલ ગામે રહેતા વિજયભાઈ વશરામભાઈ વાળાએ ધોલેરા પોલીસ મથકમાં ટ્રેલર નંબર GJ-16-X-7631ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી કે, તેના નાનાભાઈ શરદભાઈ તેના મિત્ર કિશનભાઈ લાલજીભાઈ મઘરોલા સાથે તેના ધોલેરા તાલુકા ગોગલા ગામે રહેતા મામાના ઘરે જવા માટે બાઈક ઉપર નિકળ્યા હતા. તે વેળાએ ધોલેરાથી પીપળી-વટામણ હાઈવે માર્ગ ઉપર ગોગલા ગામથી આંબળી જવાના માર્ગ ઉપર પહોંચતા ઉક્ત ટ્રેલર નંબર GJ-16-X-7631ના ચાલકે પોતાનું ટ્રેલર પુરપાટ ઝડપે અને બેફીકરાઈ પુર્વક માણસની જીંદગી જોખમાઈ તેવી રીતે ચલાવી આગળ જતા બાઈકને અડફેટે લીધું હતું. જેથી બાઈક સવાર બન્ને યુવાન ટ્રેલરના ટાયરમાં આવી જતા બન્નેને ગંભીર ઈજા પહોંચી હતી. જેને લઈ તાત્કાલીક સારવાર અર્થે ધંધુકા ખસેડાતા ફરજ પરના તબીબે શરદભાઈને મૃત જાહેર કર્યા હતા.
​​​​​​​​​​​​​​પોલીસે તપાસ હાથ ધરી
જ્યારે અકસ્માત સર્જી ટ્રેલર ચાલક પોતાનું ટ્રેલર ઘટનાસ્થળ પર છોડી ફરાર બન્યો હતો. ફરીયાદ અનુસંધાને ધોલેરા પોલીસે ટ્રેલર ચાલક સામે આઈપીસી. 279, 304(એ), મોટર વાહન અધિનિયમ 177, 184 મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...