તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પીજીવીસીએલનો સપાટો:હળવદમાં વધુ દસ લાખની વીજ ચોરી ઝડપાતા ચકચાર, 9 સ્થળોએ વીજ ચોરી ખુલી

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદમાં વધુ દસ લાખની વીજ ચોરી ઝડપાતા ચકચાર, 9 સ્થળોએ વીજ ચોરી ખુલી - Divya Bhaskar
હળવદમાં વધુ દસ લાખની વીજ ચોરી ઝડપાતા ચકચાર, 9 સ્થળોએ વીજ ચોરી ખુલી
  • 17 ટીમોએ 112 વીજ જોડાણમાં ચેકિંગ હાથ ધર્યું

હળવદમાં વીજચોરી રોકવા માટે આજે 17 ટીમોએ હળવદ વિસ્તારના જુદા જુદા ગામોમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી જેમાં 112 કનેક્શન ચેક કરવામાં આવતા 9 સ્થળેથી વીજ ચોરી ઝડપાઈ હતી.

હળવદ પંથકમાં થતી વીજ ચોરી અટકાવવા માટે પીજીવીસીએલ વિભાગ હરકતમાં આવ્યું છે થોડા દિવસ પહેલાં જ હળવદમાથી 24 લાખની વીજચોરી ઝડપી લેવાઈ હતી. ત્યારે આજે જુદી જુદી 17 ટીમોએ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં 7 વાડી વિસ્તાર અને 105 કોમર્શિયલ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા.

9 કોમર્શિયલ કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઈ હતી. પીજીવીસીએલ દ્વારા વિજચોરી કરતાં શખ્સોને કુલ રૂપિયા 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને આવનાર દિવસોમાં હજુ પણ ચેકીંગ ઝુંબેશ ચાલુ રાખવાના સંકેતો આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...