ગમખ્વાર અકસ્માત:લીંબડી-અમદાવાદ હાઈવે પર બંધ ટ્રક પાછળ ઈકો ગાડી ભટકાતા અકસ્માત સર્જાયો, એકનું મોત, ત્રણ લોકો ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
લીંબડી-અમદાવાદ હાઈવે પર બંધ ટ્રક પાછળ ઈકો ગાડી ભટકાતા અકસ્માત સર્જાયો - Divya Bhaskar
લીંબડી-અમદાવાદ હાઈવે પર બંધ ટ્રક પાછળ ઈકો ગાડી ભટકાતા અકસ્માત સર્જાયો
  • ચોરણીયા ગામના પાટીયા પાસે અકસ્માતની ઘટના બની
  • ઈજાગ્રસ્તોને લીંબડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં

લીંબડી-અમદાવાદ હાઈવે ઉપર અકસ્માતની ઘટના સામે આવી છે. લીંબડી હાઇવે પર ચોરણીયા ગામના પાટીયા પાસે બંધ ટ્રક પાછળ ઈકો ગાડી ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું મોત થયું છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

લીંબડી-અમદાવાદ હાઇવે પર અવારનવાર ગોઝારા અકસ્માતના બનાવો બને છે. જેમાં અનેક લોકો અકાળે મોતને ભેંટી રહ્યા છે. ત્યારે દિવાળીના તહેવારના દિવસે જ લીંબડી-અમદાવાદ હાઈવે ઉપર વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અમદાવાદથી સુરેન્દ્રનગર જતી વખતે ચોરણીયા પાસે એક બંધ ટ્રક પાછળ ઈકો ગાડી ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતની ઘટનામાં શારદાબેન સચિનભાઇ જાદવ, સચીનભાઇ વિજયભાઈ જાદવ અને રવીભાઇ રસીકભાઇ જાદવ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેથી તેઓને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે લીંબડીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યારે એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...