અકસ્માત:મોરબીના લાલપર પાવરહાઉસ પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, એકનું મોત, એકને ઈજા

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતમાં આઇસર ટ્રકની હડફેટે ચડી ગયેલા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત
  • એક વ્યક્તિને ઇજા થતા તેને તાકીદે વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો

મોરબીના લાલપર પાવરહાઉસ પાસે આઇસર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં આઇસર ટ્રકની ટક્કરથી બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા થતાં તેને તાકીદે વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો છે.

આ અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી નજીક આવેલા લાલપર પાવરહાઉસ પાસે સર્વિસ રોડ ઉપર આજે ગુરૂવારે અકસ્માતની ઘટના બની છે. લાલપરથી જાબુડિયા ગામ તરફ જઈ રહેલા આઇસર ટ્રક અને જાબુડિયા ગામથી લાલપર તરફ આવી રહેલા બાઈક ચાલક વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં આઇસર ટ્રકની હડફેટે ચડી ગયેલા બાઈક ચાલક વિજય રામચંદ્ર ગુપ્તા (ઉ.વ.36)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા થઈ હતી. જેથી તેને તાકીદે વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...